First Skill University in India starts in Gurugram Haryana
  • Home
  • Business
  • દેશની પહેલી એવી યુનિવર્સિટી જ્યાં થશે પ્લંબર અને શેફનો કોર્સે, જાણો વિગત

દેશની પહેલી એવી યુનિવર્સિટી જ્યાં થશે પ્લંબર અને શેફનો કોર્સે, જાણો વિગત

 | 5:00 pm IST

હવે તમારા ઘરે આવતા પ્લંબર(Plumber), ઇલેક્ટ્રિશિયન(Electrician), વેલ્ડર ડિગ્રી હોલ્ડર હોવાની સાથે હાઇલી ક્વોલિફાઇડ પણ હશે. દેશમાં પહેલી એવી યુનિવર્સિટી શરૂ થવા જઈ રહી છે જે પ્લંબર, વેલ્ડર, શૅફ, ઇલેક્ટ્રિશિયન, ભરતકામ જેવા સ્કીલ ડેવલપિંગ કોર્સ વિદ્યાર્થીઓ માટે લઈને આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ હરિયાણા ખાતે આ યુનિવર્સિટી ખુલી રહી છે. જ્યાં બાળકને કોઈ ખાસ હુનરમાં રૂચી છે તો તેની એ સ્કીલને આગળ વધારવાનું કામ કરવામાં આવશે. વિદ્યાર્થી કોર્સ કરી ડિગ્રી મેળવી શકે છે. દિલ્હી નજીક ગુરુગ્રામ ખાતે આવેલ યુનિવર્સિટીમાં આ વર્ષેથી 9મી કક્ષા બાદ વિદ્યાર્થી 118થી વધુ ડિગ્રી કોર્સમાંથી તેના હુનર પ્રમાણે કોર્સ પસંદ કરી એડમિશન લઈ શકે છે. આ કોર્સ કરી વિદ્યાર્થીઓ ખેડૂત, પ્લંબર, મેકેનિક, શેફ, ભરતકામ જેવા હુનરને નવી ઓળખ આપી શકે છે. ઉપરાંત આ યુનિવર્સિટીમાં લોક કળા, ગીત, સંગીત, નૃત્ય જેવા રોજગાર અપાવે એવા દરેક કોર્સ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્કીલ ડવલપમેન્ટ સ્કીમ હેઠળ હરિયાણામાં બનેલ સ્કીલ યુનિવર્સિટીથી ડિગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓને ક્યાં પણ નોકરી માટે ધક્કા ખાવાની જરૂર નહીં પડે. મીડિયા રિપોર્ટ મુજબ દર વર્ષ લગભગ 12 હજાર વિદ્યાર્થીઓને હાથનું હુનર આપવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટીની ખાસ વાત એ છે કે અહીં ટ્રેનિંગ સીધે કંપની આપે છે. એટલે કે અભ્યાસ ક્લાસરૂમમાં નહીં પરંતુ જે ક્ષેત્રમાં વિદ્યાર્થીને રસ છે એ પ્રમાણે એ ક્ષેત્રની કંપની ટ્રેનિંગ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન