First Song of Student of The Year 2 Release Today, Viral on Social Media
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિલીઝ થયું ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’નું પહેલું સોંગ ‘જવાની’,કલાકારોમાં દેખાઈ જબરદસ્ત બોન્ડિંગ

રિલીઝ થયું ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’નું પહેલું સોંગ ‘જવાની’,કલાકારોમાં દેખાઈ જબરદસ્ત બોન્ડિંગ

 | 6:08 pm IST

કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’નું પહેલું ગીત ‘જવાની’ રિલીઝ થયું છે. આ ગીતમાં કિશોર કુમાર અને આરડી બર્મનના સુપરહીટ સોંગને રિક્રિએટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 1972માં આવેલી ફિલ્મ ‘જવાની દીવાની’ના ઓરિજનલ સોંગમાં રણધીર કપૂર અને જયા બચ્ચન સાથે નજરે આવ્યા હતા. જ્યારે હવે આ સોંગના નવા વર્જનમાં ટાઇગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે નજરે આવી રહ્યા છે. આ સોંગમાં ત્રણે કલાકારો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. આ સોંગ રિલીઝ થયાના થોડા સમયમાં લોકો દ્વારા જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે ધર્મા પ્રોડક્શનની અપકમિંગ રોમાંટિક ડ્રામા ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ને લઈ દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મમાં બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી અનન્યા પાંડે અને તારા સુતારિયા ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. જ્યારે ટાઇગર શ્રોફ એક સામાન્ય પરિવારના છોકરાનું પાત્ર ભજવી રહ્યો છે. ઉપરાંત તેઓ ફિલ્મ દરમિયાન ઘણા રફ એન્ડ ટફ લૂકમાં પણ નજરે આવે છે.

ઉલ્લખનીય છે કે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ કરણ જોહરની 2012માં આવેલ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’નું સીક્વલ છે. પહેલી ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મથી આ ત્રણે કલાકારોએ બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું હતું. જ્યારે હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન