'ધક્કા ક્યું માર રહા હૈ' કહી યુવાન સાથે કર્યો ઝગડો અને પછી...... - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0700 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ‘ધક્કા ક્યું માર રહા હૈ’ કહી યુવાન સાથે કર્યો ઝગડો અને પછી……

‘ધક્કા ક્યું માર રહા હૈ’ કહી યુવાન સાથે કર્યો ઝગડો અને પછી……

 | 9:39 pm IST

સુરતમાં બાઇક પર જઇ રહેલા યુવાન સાથે રસ્તામાં 4 અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી 3.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સુરતનાં પલસાણામાં બનેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પલસાણા પોલીસે CCTV કેમેરાનાં આધારે તપાસ હાથ ધરી છે.

મની ટ્રાન્સફરનું કલેક્શન કરી બાઇક પર જઇ રહેલા યુવાનને રસ્તામાં ચીતર ભટકાઇ ગયા હતા. આ ઘટનામાં પહેલા યુવાન સાથે અજાણ્યા ઇસમોએ ‘ધક્કા ક્યુ માર મારતા હૈ’ કહી ઝગડો કર્યો હતો. ત્યારબાદ ફરી રસ્તામાં આંતરીને ઝગડો કર્યો હતો. 2 બાઇક પર આવેલા 4 ઇસમો ત્યારબાદ 3.80 લાખની રોકડ રકમ ભરેલી બેગ ઝડપીને ફરાર થઇ ગયા હતા.

આ મામલે પલસાણા પોલીસે ફરિયાદ નોંધી અને ચીતરોને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.