first time a women cricketer fails in dope test in India
  • Home
  • Sports
  • Cricket
  • દેશમાં પ્રથમ વખત કોઈ મહિલા ક્રિકેટર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ, અંશુલાને સસ્પેન્ડ કરવામાં આવી

દેશમાં પ્રથમ વખત કોઈ મહિલા ક્રિકેટર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ, અંશુલાને સસ્પેન્ડ કરવામાં આવી

 | 12:08 pm IST

દેશમાં પ્રથમ વખત કોઈ મહિલા ક્રિકેટર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. મધ્યપ્રદેશની ઓલરાઉન્ડર અંશુલા રાવના સેમ્પલમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ડોપ ટેસ્ટ માટે નાડા (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) ની દેખરેખ હેઠળ આવ્યા પછી આ પહેલી વાર છે, જ્યારે કોઈ ભારતીય ક્રિકેટર મહિલા કે પુરુષ અને સિનિયર અથવા જુનિયર ડોપિંગમાં નિષ્ફળ ગયુ હોય. BCCI ગયા વર્ષે ઓગસ્ટમાં નાડા હેઠળ આવ્યું છે.

અગાઉ, ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શો ગયા વર્ષે જૂન 2019 ડોપ ટેસ્ટમાં પકડાયો હતા, ત્યારે BCCI નાડામાં ડોપ ટેસ્ટ માટે જોડાયો ન હતો. તે સમયે, સ્વીડન સ્થિત આંતરરાષ્ટ્રીય ડોપિંગ ટેસ્ટ એન્ડ મેનેજમેન્ટ (IDTM) બોર્ડ માટે એન્ટિ-ડોપિંગ માટે નમૂનાઓ એકત્રિત કરતા હતા. ડોપિંગમાં ફસાયેલા અન્ય ક્રિકેટરોની વાત કરીએ તો તેમાં પ્રદીપ સંગવાન અને યુસુફ પઠાણના નામ પણ આ પહેલા આવ્યા છે.

અંશુલા મધ્યપ્રદેશની વરિષ્ઠ ટીમની સીનિયર સભ્ય છે, જે પ્રતિબંધિત તત્વ ’19 -norandrosteron ખાવા માટે દોષીત ઠરી હતી. તે એક સ્ટીરોઈડ છે જે એનાબોલિક-એન્ડ્રોજેનિક (AAS) હોર્મોનને અસર કરે છે. મધ્યમ ગતિ બોલિંગ કરનાર જમણા હાથની આ બેટ્સમેનને નાડાએ સસ્પેન્ડ કરી દીધી છે.

કતારની દોહા સ્થિત લેબોરેટરીમાં તેના પેશાબના નમૂનાની તપાસ કરવામાં આવી હતી, જ્યાં તેના શરીરમાં AAS તત્વો મળી આવ્યા હતા. ગયા મહિને નાડાને આ અહેવાલ મળ્યો હતો. જો અંશુલા ઇચ્છે છે, તો તેણી તેના ‘બી’ નમૂનાની તપાસ માટે અપીલ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અંશુલાનું સેમ્પલ 14 માર્ચે બરોડામાં લેવામાં આવ્યો હતો. હવે નાડાની એન્ટિ-ડોપિંગ ડિસિપ્લિનરી પેનલ (ADDP) એ નક્કી કરશે કે અંશુલા પર કેટલો સમય પ્રતિબંધ મૂકવો. આ પહેલી વાર છે જ્યારે તે ડોપિંગમાં ફસાઇ છે અને તેના પર 2 થી 4 મહિના માટે પ્રતિબંધ લગાવી શકાય તેવી શક્યતા છે.

આ વીડિયો જુઓ: જન્માષ્ટમી પર ભરૂચમાં મેઘરાજાનો મેળો નહીં યોજાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન