First time ever super exclusive ground zero report with ITBP on Sandesh News
  • Home
  • Featured
  • માઈનસ 20 ડીગ્રી ઠંડીમાં દેશના રક્ષકો અને હિમયોદ્ધાઓ વચ્ચે સૌપ્રથમવાર ‘સંદેશ ન્યૂઝ’

માઈનસ 20 ડીગ્રી ઠંડીમાં દેશના રક્ષકો અને હિમયોદ્ધાઓ વચ્ચે સૌપ્રથમવાર ‘સંદેશ ન્યૂઝ’

 | 10:01 pm IST

હાડ ગાળતી ઠંડી હોય કે આકરો તાપ કે પછી ઝરણાઓને નદીઓમાં ફેરવી નાખતો સાંબેલાધાર વરસાદ, દેશના બહાદુર જવાનો કોઈ પણ ભોગે દેશના સીમાડાઓના રખોપા કરતા હોય છે. ભારત-ચીન સરહદે ભારતીય સુરક્ષા બળોમાં આઈટીબીપી (ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ)આ જવાનોની ભૂમિકા ખુબ જ મહત્વની બની જાય છે. આઈટીબીપીના આ જવાનો સુધી ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે સૌપ્રથમવાર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે.

સંદેશ ન્યૂઝ સરહદ પર પહેલીવાર ગ્રાઉંડ ઝીરો રિપોર્ટ રજુ કરવા જઈ રહ્યું છે. ગ્રાઉંડ ઝીરો રિપોર્ટ અંતર્ગત સંદેશ ન્યૂઝે ભારતના આ મહાન વીરો સાથે વાતચીત કરી હતી. જવાનોએ પોતાના અનુભવો વાગોળ્યા હતાં.

હાલ દેશમાં કાતિલ શીયાળો ચાલી રહ્યો છે. તેમાં પણ ઉત્તર ભારતના રાજ્યોમાં તો ઠંડીનું જોર અત્યંત વધારે રહીતું હોય છે. પણ ચીનને લગતી સરહદે તો શીયાળામાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 20 ડીગ્રીએ પહોંચી જાય છે. અહીં હિમાલયના પવનો અત્યંત ખતરનાક બની જતા હોય છે. પાણી બરફ થઈ જતુ હોય છે તો જમીન હોય કે પહાડ સર્વત્ર બરફની ચાદર છવાઈ જાય છે. એક થી બે ફૂટ જેટલો બરફ પથરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણીથી લઈને ભોજનની શું સ્થિતિ હશે તે સમજી શકાય. અહીં ગણતરીના મીટર પણ ચાલી શકાતું નથી તેવામાં પણ આઈટીબીપીના આપણા બહાદુર યોદ્ધાઓ ચીન સાથેની 4 હજાર કિલોમીટરથી વધારે લાંબી સરહદની એક એક ઈંચની રક્ષા કરે છે અને દેશની સરહદોને એક પણ ક્ષણ માટે રેઢી મુકતા નથી.

આ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં અને 12,000 ફૂટની ઉંચાઈએ તદ્દન વિષમ પરિસ્થિતિઓમાં પરિવારથી મહિનાઓ સુધી દૂર રહીને એટલી જ સ્ફૂર્તી અને ચુસ્તી સાથે દેશની એક એક જમીનની રક્ષા કરે છે. સરહદે રહીને ‘ભારત માતા કી જય’ની દહાડ છેક ચીન સુધી ગુંજતી રહે છે.

આ બહાદુર જવાનો સાથે સંદેશ ન્યૂઝ રિપોર્ટરોએ વાતચીત કરી હતી. આ હિમાલયના રક્ષક અને હિમ યોદ્ધાઓની બહાદુરી દેશ સામે રજુ કરવા જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન