પહેલી વાર સ્માર્ટફોનનાં વેચાણમાં ૩૮%નો ઘટાડો : ભારતમાં મોબાઈલ ફોન મોંઘા બનશે   - Sandesh
  • Home
  • Technology
  • પહેલી વાર સ્માર્ટફોનનાં વેચાણમાં ૩૮%નો ઘટાડો : ભારતમાં મોબાઈલ ફોન મોંઘા બનશે  

પહેલી વાર સ્માર્ટફોનનાં વેચાણમાં ૩૮%નો ઘટાડો : ભારતમાં મોબાઈલ ફોન મોંઘા બનશે  

 | 5:24 am IST

। નવી દિલ્હી ।

કોરોનાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી છે પરંતુ સૌથી મોટો ઝટકો સ્માર્ટફોન માર્કેટને લાગ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસને કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં પહેલી વાર ઉત્પાદન ઘટી રહ્યું છે. સ્ટ્રેટેજી એનાલિટિક્સના એક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ૩૮ ટકા ઈયર ઓન ઈયરનો ઘટાડો થયો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાભરમાં ૯૯.૨ મિલિયન સ્માર્ટફોન વેચાયા હતા. પરંતુ ૨૦૨૦માં આ વર્ષે આ વેચાણ ઘટીને ૬૧.૮ મિલિયન યુનિટ્સ સુધી સીમિત રહ્યું હતું. રિપોર્ટ અનુસાર ગત મહિને કોવિડ-૧૯ને કારણે ફક્ત એશિયામાં સ્માર્ટફોનની માગમાં ઘટાડો થયો હતો પરંતુ ધીરે ધીરે તેની અસર દુનિયાભરમાં શરૂ થઈ હતી અને હવે ગ્લોબલ ડિમાન્ડ ઘટી ગઈ છે. એશિયાની કેટલીક ફેક્ટરીઓમાં પણ ઉત્પાદન ઘટયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મોટાભાગના ગ્રાહકો સ્માર્ટફોન ખરીદવા માટે સ્ટોર્સ જવાનું પસંદ કરતા નથી તેને કારણે સ્માર્ટફોનની ડિમાન્ડમાં ઘટાડો થઈ રહ્યો છે. ફોન કંપનીઓ માટે ભારત એક મોટા બજાર સમાન છે અને અહીં તેની સૌથી વધારે અસર થઈ શકે છે.

સેમસંગ, ઓપ્પો અને વીવો ભારતના પ્લાન્ટ બંધ કરી રહી છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ અને વિવોએ પણ થોડા સમય પૂરતા ભારતના તેના પ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. સેમસંગના આ પ્લાન્ટમાં દર વર્ષે ૧૨૦ મિલિયન સ્માર્ટફોન બનાવાય છે અને કંપનીએ હાલમાં ૨૩ માર્ચથી ૨૫ માર્ચ સુધી તેને બંધ કરી દીધા છે સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમના પણ આદેશો આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન