પહેલીવાર જાસૂસ બનતાંની સાથે જ મોસ્ટવોન્ટેડ બન્યો અર્જુન કપૂર - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પહેલીવાર જાસૂસ બનતાંની સાથે જ મોસ્ટવોન્ટેડ બન્યો અર્જુન કપૂર

પહેલીવાર જાસૂસ બનતાંની સાથે જ મોસ્ટવોન્ટેડ બન્યો અર્જુન કપૂર

 | 12:59 am IST

થોડા સમય પહેલા જ અર્જુન કપૂરે પરિણીતિ ચોપડા સાથેની ફ્લ્મિ નમસ્તે ઈંગલેન્ડનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ઉપરાંત અર્જુન પાસે રાજકુમાર ગુપ્તાની આવનારી ફ્લ્મિ ઈંડિયાજ મોસ્ટ વોન્ટેડ પણ છે. આ સાથે જ ફ્લ્મિનું શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે. તેવામાં અર્જુન કપૂરનો નવો લુક પણ સામે આવ્યો છે. લુક જાહેર થતા જ તે ટ્વિટર ઉપર ટ્રેડ થવા લાગ્યો છે. અર્જુન કપૂરનાં આ લુકને પહેલી નજરમાં જોતા તેને ઓળખવો મુશ્કેલ બની જાય છે. ફ્લ્મિમાં અર્જુન કપૂર પહેલીવાર જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. આ ફ્લ્મિ એક સત્યઘટના ઉપર આધારિત છે. ફ્લ્મિ ૨૦૧૨થી ૨૦૧૪ની આસપાસ થયેલ એક સિક્રેટ ઓપરેશન ઉપર આધારિત છે. આ વાર્તા રવીન્દ્ર કૌશિક નામના જાસૂસની સત્ય ઘટના પર છે. રાજકુમાર ગુપ્તા ફ્લ્મિના નિર્માતા છે. તેમજ ફેક્સ સ્ટાર સ્ટુડિયો ફ્લ્મિને નિર્માણ કરી રહ્યું છે. ઇશ્કજાદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અર્જુન કપૂરની આ બારમી ફ્લ્મિ છે. અર્જુન કપૂરની પરિણીતિ ચોપડા સાથેની નમસ્તે ઈંગલેન્ડ પણ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહી છે. તે સિવાય તે બંને યશરાજ બેનરની સંદીપ ઓર પિંકી ફ્રારમાં પણ સાથે જોવા મળશે. જેને દિબાકર બેનર્જી નિર્દેશ કરી રહ્યા છે. નમસ્તે લંડન આજ વર્ષે દશેરામાં રિલીઝ થશે.