નિદહાસ ટ્રોફીઃ બાંગ્લાદેશ સામે ભારતનો છ વિકેટે સરળ વિજય - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9400 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • નિદહાસ ટ્રોફીઃ બાંગ્લાદેશ સામે ભારતનો છ વિકેટે સરળ વિજય

નિદહાસ ટ્રોફીઃ બાંગ્લાદેશ સામે ભારતનો છ વિકેટે સરળ વિજય

 | 10:50 pm IST

ટીમ ઈન્ડિયાએ નિદહાસ ટ્રોફીની ત્રિ-કોણીય ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે છ વિકેટે સરળ વિજય મેળવ્યો છે. આ ટી-20 ટુર્નામેન્ટમાં ભારતનો પ્રથમ વિજય છે. અગાઉ ભારત શ્રી લંકા સામે પ્રથમ મેચ હારી ગયું હતું.

ટોસ હારી પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 139નો સ્કોર કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને વિજય માટે 140 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના શિખર ધવને આકર્ષક 55 રન કર્યા હતાં. અગાઉ શ્રીલંકા સામેની મેચમાં તેમણે 90 રન બનાવ્યા હતાં. ધવન ઉપરાંત રૈનાએ 28 અને મનીષ પાંડેએ 27 રન ફટકાર્યા હતાં.
શ્રીલંકાના બેટ્સમેન લિટન દાસે 34 અને સબ્બીર રહેમાને 30 રન કર્યા હતાં. ભારતના જયદેવ ઉનડકટે શ્રીલંકાની ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઠાકુર અને ચહલે એક-એક વિકેટ મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમમાં કોઈ જ ફેરફાર કરાયો ન હતો.

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ ઉલ હસન ઈજાગ્રસ્ત હોવાથી રમ્યા ન હતા અને તેમના સ્થાને કેપ્ટન તરીકે મેહમુદુલ્લાનો સમાવેશ કરાયો હતો.