પહેલા ફોલો કરો આ 4 રૂલ્સ, અને પછી પહેરો ગ્રાફિક પ્રિન્ટ્સ ધરાવતાં આઉટફિટ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • પહેલા ફોલો કરો આ 4 રૂલ્સ, અને પછી પહેરો ગ્રાફિક પ્રિન્ટ્સ ધરાવતાં આઉટફિટ્સ

પહેલા ફોલો કરો આ 4 રૂલ્સ, અને પછી પહેરો ગ્રાફિક પ્રિન્ટ્સ ધરાવતાં આઉટફિટ્સ

 | 2:19 pm IST

ક્લાસિક પોલકા ડોટ્સથી માંડી બ્લેક એન્ડ વ્હાઇટ ઝીબ્રા પ્રિન્ટ, ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ્સ વગેરે જેવી ગ્રાફિક પ્રિન્ટ્સ આજકાલ લેટેસ્ટ ફેશન-ટ્રેન્ડ બની ગઈ છે. છેલ્લા થોડા સમયથી આપણે ત્યાં દીપિકા પાદુકોણ, કરીના કપૂર તથા વિદ્યા બાલન જેવી ઘણી સેલિબ્રિટી વિવિધ ફંક્શન્સમાં આવી ગ્રાફિક પ્રિન્ટ્સ ધરાવતાં આઉટફિટ્સમાં જોવા મળી હતી. સામાન્ય રીતે બ્લેક એન્ડ વ્હાઇટના કોમ્બિનેશનથી લઈને બ્લુ, ગ્રીન, રેડ અને યલો જેવા બ્રાઇટ કલર્સમાં મળતી આ પ્રિન્ટ્સ તરત જ કોઈનું પણ ધ્યાન ખેંચી લે એવી આકર્ષક હોય છે, પરંતુ એને પહેરવાની યોગ્ય સ્ટાઇલની ખબર ન હોય તો ક્યારેક ફેશન-બ્લન્ડર પણ થઈ શકે છે. માટે જ આ નવો ટ્રેન્ડ ફોલો કરતાં પહેલાં એને ઉપયોગમાં લેવાના કેટલાક રૂલ્સ જાણી લેવા હિતાવહ છે.

રૂલ નંબર 1
અત્યંત મોડર્ન, સ્માર્ટ અને ફેશનેબલ લાગતી આ પ્રિન્ટ પહેરતી વખતે પ્રમાણભાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે એટલે કે ગાર્મેન્ટની સાઇઝ પ્રમાણે પ્રિન્ટની પસંદગી કરવી આવશ્યક છે. જેમ કે તમે જો આ પ્રિન્ટ માત્ર સ્કર્ટ કે સ્કાર્ફ પર જ ટ્રાય કરવા માંગતા હોવ તો બને એટલી ઝીણી પ્રિન્ટ પસંદ કરો, પરંતુ જો ઇરાદો આખો ડ્રેસ આવા પ્રિન્ટેડ મટીરિયલનો બનાવવાનો હોય તો થોડી મોટી ડિઝાઇન પણ ઉપયોગમાં લઈ શકાય.

રૂલ નંબર 2
પ્રિન્ટ પસંદ કરતી વખતે તમારી બોડી શેપને ધ્યાનમાં લેવાનું ભૂલવું નહીં. જેમનું શરીર ભરાવદાર છે તેઓ નાની પ્રિન્ટ પસંદ કરીને પાતળાં હોવાનો આભાસ પણ ઊભો કરી શકે છે. એવી જ રીતે ઊભી પ્રિન્ટ વ્યક્તિ પાતળી હોવાનો અને આડી પ્રિન્ટ વ્યક્તિ પહોળી હોવાનો ભ્રમ ઊભો કરતી હોવાનું સત્ય પણ ક્યારેય ભૂલવું ન જોઈએ.

રૂલ નંબર 3
ફેશનનો સૌથી મોટો નિયમ જ એ છે કે એક સમયે માત્ર એક જ વસ્તુ હાઇલાઇટ કરવી. એથી ગ્રાફિક પ્રિન્ટ ધરાવતું કોઈ પણ ગાર્મેન્ટ પસંદ કર્યું હોય પછી એ સ્કર્ટ હોય, ટોપ હોય, પેન્ટ હોય કે જેકેટ; એની સાથેનું બીજું ગાર્મેન્ટ વાઇટ, ક્રીમ, બેજ કે પછી ઓછામાં ઓછું સિંગલ કલરનું અને પ્લેન હોય એનું ખાસ ધ્યાન રાખવું.

રૂલ નંબર 4
ગ્રાફિક ડિઝાઇન ધરાવતો ડ્રેસ પહેરતી વખતે એસેસરી પણ બને એટલી મિનિમમ રાખવી. ગળામાં એકાદ ગોલ્ડ કે સિલ્વર કલરનો બોલ્ડ નેકલેસ; પગમાં બ્લેક, વ્હાઇટ કે બેજ કલરના સિલેટોઝ, સાદી હેરસ્ટાઇલ અને મિનિમમ મેક-અપ લોકોનું ધ્યાન બરાબર ત્યાં જ ખેંચશે જ્યાં એ જવું જોઈએ. તમે ઇચ્છો તો હોઠ પર બોલ્ડ રેડ લિપસ્ટિક લગાડી, હાથમાં નિયોન કલર્સનું એકાદ ક્લચ રાખી આખા લુકને વધુ સેક્સી બનાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન