ફિટ રહેવા જાઓ છો જિમ, તો ન કરશો આ ભૂલો - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ફિટ રહેવા જાઓ છો જિમ, તો ન કરશો આ ભૂલો

ફિટ રહેવા જાઓ છો જિમ, તો ન કરશો આ ભૂલો

 | 12:26 am IST

દરેક મહિલા સ્લિમ અને ફિટ બોડીની ઇચ્છા ધરાવે છે. તે માટે તેઓ એક્સરસાઇઝ કરે છે, સાથે જિમમાં જઇને મહેનત કરે છે. પરંતુ ઘણી મહિલાઓ એ કરતી હોય છે, જે તેઓએ ન કરવું જોઇએ, ઘણી મહિલાઓ પહેલી વખત જિમ ગઇ હોય તે પણ બની શકે છે, અથવા ઘણી મહિલાઓ વજન ઘટાડવા માટે શું કરવું કે શું ન કરવું તેનું ભાન પણ ભૂલી જતી હોય છે. આવો તો જાણીએ કે જિમમાં જતી વખતે કઇ ભૂલો ન કરવી જોઇએ.

વધારે સમય એક્સરસાઇઝ ન કરો

ઘણી વખત જિમમાં વધારે સમય સમાર પસાર કરવાથી મહિલાઓ સમજે છે, કે તેનાથી તેઓ વધારે ઝડપથી ફાયદો થશે. પરંતુ દોઢ કલાક હળવી એક્સરસાઇઝ કરવાથી તમારંુ વજન ઘટવાનું તો નથી, તેથી તમારે કલાકોની ગણતરી ન રાખવી જોઇએ. પરંતુ અસરકારક એક્સરસાઇઝ પર તમારે ધ્યાન આપવું જોઇએ. તેથી તમે જો ફક્ત ર્કાિડયો એક્સરસાઇઝ જ કરવા ઇચ્છતા હોવ તો તમે દોઢ કલાક કરીને ઘરે આવી જાઓ. વધારે ર્કાિડયો એક્સરસાઇઝ કરવી પણ યોગ્ય નથી.

વજનને જાળવી રાખવા કરો

સામાન્ય એક્સરસાઇઝ

સામાન્ય વજન હોવા છતાં તમે ઓછું કરવા ઇચ્છો છો, અને કોઇ એવી મહિલા છે જે વજન ઘટાડવા માટે ટ્રેડમિલ કરી રહી છે, તમે તેનાથી આગળ જઇ રહ્યા છો, તો તમારે રોકાઇ જવું જોઇએ. કારણ કે દોડવા કરતાં ચાલવું તમારા માટે વધારે સરળ રહેશે. પરંતુ એક જાડી વ્યક્તિ માટે તમારા કરતા પાંચ ગણું અઘરું કાર્ય છે. વેઈટ ગેઈન ટ્રેનિંગ પર પણ આ જ વાત લાગુ પડે છે. જો તમે તમારંુ વજન નથી વધારવા માંગતા તો તમે સામાન્ય એક્સરસાઇઝ જેમકે વોકિંગ, સૂર્યનમસ્કાર કરી શકો છો.

વજન ઘટાડવા માટે માનસિકતા

જો તમે ખરેખર ઇચ્છો છો કે તમારે વજન ઘટાડવું છે, તો વજન ઘટાડવાની ઇચ્છા સાથે માનસિકતા સાથે જોડાયેલી છે. એટલે કે તમે ફક્ત સ્વસ્થ રહેવાનું ન વિચારો, પરંતુ વિચારો કે તમારે ૯૦ દિવસમાં તમારે ૧૦ કિલો વજન ઘટાડવું જ છે. આમ, વિચારશો તો તમે વર્કઆઉટ કરને વજન ઘટાડી શકશો, સાથે સ્વસ્થ રહી શકશો.

એક્સરસાઇઝ દરમિયાન શ્વાસ લેવો કેમ જરૂરી ?

તમે ર્કાિડયો કરો, વેટ લિફ્ટિંગ કરો કે વજન ઘટાડવા માટેની સામાન્ય એક્સરસાઇઝ કરો. તમે આ દરેક એક્સરસાઇઝ વચ્ચે તમે શ્વાસ લેજો. એક્સરસાઇઝની વચ્ચે શ્વાસ લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓક્સિજનની ઊણપ થવાથી લેક્ટિકન એસિડની માત્રા વધે છે, અને ત્યારબાદ માંસપેશિઓમાં દુખાવો થાય છે. તેના કારણે તમે બેભાન પણ થઇ શકો છો. તેથી વર્કઆઉટ દરમિયાન વચ્ચે વચ્ચે શ્વસનક્રિયા ચાલુ રાખો.

વર્કઆઉટમાં ચેલેન્જ ન લગાવો

જો તમને ખબર નથી કે તમારે કેટલું વર્કઆઉટ કરવાનું છે, અને વેટ ટ્રેનિંગ પહેલા દિવસથી તમને કોઇ ડંબલ બેલના ડબલ સેટ કરવા માટેનો ચેલેન્જ આપશો તો તમે શું કરશો ? તમે અન્ય વ્યકિતની જેમ જ આ ચેલેન્જનો સ્વીકાર કરશો, પરંતુ આ પદ્ધતિ ખોટી છે. ક્યારેય પણ એક્સરસાઇઝ કરવામાં કોઇ ચેલેન્જ ન લગાવી, તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થશે. ઘણી મહિલાઓ વર્કઆઉટમાં બીજી મહિલાને જોઇને તેમની પદ્ધતિ મુજબ કરવા માંગે છે. પરંતુ વર્કઆઉટ કરવા માટે કોઇની સરખામણી ન કરવી.