Fitch reestimated GDP groth rate up to 7.2PC for current financial year
  • Home
  • Business
  • ફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા

ફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા

 | 8:27 pm IST

વિશ્વની રેટિંગ સંસ્થા ફિચે ભારતનો જીડીપી ગ્રોથ રેટ માર્ચ 2019ના અંતે 7.4 ટકાથી ઘટાડીને 7.2 ટકા રહે તેવું અનુમાન કર્યું છે. ફિચના અહેવાલને કારણે કેન્દ્રની મોદી સરકારને ફટકો પડશે. કેન્દ્રીય ભાજપ સરકાર આર્થિક વિકાસ વધ્યો હોવાનો બૂંગિયો ફૂંકી રહી છે ત્યારે ફિચનું આ રિવાઈઝ રેટિંગ સરકાર માટે લાલ બત્તી સમાન છે. આ અહેવાલમા  જે રીતે ચાલુ ખાતાની નાણકિય  ખાધ વધી રહી છે તેને ધ્યાનમાં લેતાં ડોલર સામે રૃપિયો ગગડીને 75નાં સ્તરે પહોંચી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઊંચા વ્યાજદર, બજારમાં રોકડની અછત તેમજ ઉદ્યોગોને અપાતી લોનનું પ્રમાણ ઘટતાં જીડીપી ગ્રોથને માઠી અસર પડશે તેમ ફિચનું માનવું છે. ઉલ્લેખનિય છે કે ફિચે જૂનમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસદર 7.4 ટકાનો ધાર્યો હતો, જે 2019-20માં 7.5 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.

જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 21માં 7.1 ટકા રહેશે
નાણાકીય વર્ષ 2020ના અંતે જીડીપી ગ્રોથ 7 ટકા અને નાણાકીય વર્ષ 2021માં તે 7.1 ટકા રહેશે.
એપ્રિલથી જૂનમાં ભારતનો ગ્રોથરેટ 8.2 ટકા રહ્યો હતો જે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં 7.1 ટકા રહેવાનો અંદાજ હતો.

2019ના અંતે વપરાશી દર 8.6 ટકાથી ઘટીને 7 ટકા રહેશે તેવો અંદાજ
નાણાકીય વર્ષ 2019ના અંતે વપરાશનો દર 8.6 ટકાથી ઘટીને 7 ટકા રહેશે તેવો અંદાજ છે, જોકે તેમાં તંદુરસ્ત વધારો થતો રહેશે. સ્વદેશી માગમાં વૃદ્ધિ ચાલુ રહેશે. 2019નું વર્ષ ચૂંટણીનું હોવાથી ભારતની નાણાકીય નીતિ ગ્રોથને ટેકો આપતી રહેશે.

રૃપિયાની કામગીરી છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળી પડી
ફિચના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રૃપિયાની કામગીરી છેલ્લાં પાંચ વર્ષમાં નબળી પડી હતી, જે હજી વધુ નબળી પડશે તેવી ધારણા છે. રૃપિયો 2019ના અંતે વધુ ગગડીને રૃ. 75ની આસપાસ પહોંચશે. ગ્રામીણ માગ વપરાશી માગની વૃદ્ધિને ટેકો આપી રહેશે, જોકે નોનપરફોર્મિંગ એસેટ્સમાં જંગી વધારાને કારણે બેન્કિંગ સેક્ટર હજી મંદીમાં અટવાયું છે. એનબીએફસી IL & FS દ્વારા કરોડોની લોન ચૂકવવામાં ડિફોલ્ટર થતાં એનબીએફસી પર માઠી અસર પડી છે.