પેટની ચરબી થોડાક દિવસમાં ગાયબ કરવા અજમાવો આ નુસખો - Sandesh
  • Home
  • Health & Fitness
  • પેટની ચરબી થોડાક દિવસમાં ગાયબ કરવા અજમાવો આ નુસખો

પેટની ચરબી થોડાક દિવસમાં ગાયબ કરવા અજમાવો આ નુસખો

 | 4:43 pm IST

આજકાલ લોકો વધતા વજન અને પેટની ચરબીથી ખૂબ પરેશાન રહે છે. પેટની ચરબી દૂર કરવા માટે લોકો કસરત કરે છે. જીમમાં જાય છે. પરંતુ કોઇ ફરક જોવા મળતો નથી. જો તમે તમારા પેટની ચરબીથી પરેશાન છો અને સ્ટાઇલિશ કપડા પહેરતા પહેલા તમારે દસ વખત વિચારવું પડે છે તો અમે તમારા માટે એક નાનકડો નુસખો લઇને આવ્યા છીએ. જેનાથી તમે પેટની ચરબી દૂર કરી શકો છો.

ખાસ કરીને પેટની આસપાસ એકઠી થયેલી ચરબીને ઓછી કરવા માટે લોકોને ખૂબ મહેનત કરવી પડે છે. આવો જોઇએ આ જાદુઇ નુસખાથી તમે હંમેશા માટે પેટ પાસે એકઠી થયેલી ચરબીથી હંમેશા માટે છૂટકારો મેળવી શકો છો.

સામગ્રી
1 – લીંબુ
1 ચમચી – આદુનો રસ
1 ગ્લાસ – ગરમ પાણી

બનાવવાની રીત
– સો પ્રથમ એક ગ્લાસ ગરમ પાણી લો.
– તેમા 1 ચમચી આદુના રસની સાથે એક લીંબુના રસને બરાબર મિક્સ કરી લો.
– લીંબુ અને આદુના આ પાણીને દરરોજ સવારે પીવું જોઇએ. રાજ આ ઉપાય કરવાથી પેટની ચરબી દૂર થશે.
– તે સિવાય વજન પણ ઓછું થવા લાગે છે.