કેપ્ટન કોહલીએ વડાપ્રધાન મોદીને આપી આવી ચેલેન્જ... જુઓ વિડીયો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કેપ્ટન કોહલીએ વડાપ્રધાન મોદીને આપી આવી ચેલેન્જ… જુઓ વિડીયો

કેપ્ટન કોહલીએ વડાપ્રધાન મોદીને આપી આવી ચેલેન્જ… જુઓ વિડીયો

 | 8:37 am IST

IPL-2018માંથી બહાર થયા પછી વિરાટ કોહલી હાલ ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક ફિટનેસ ચેલેન્જ શરૂ કરી છે. રાઠોડે આ ચેલેન્જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આપી. કોહલીએ આ ચેલેન્જ સ્વીકારી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ સાથે ત્રણ લોકોને ટેગ કર્યા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે.

મંગળવારે રાજ્યવર્ધન રાઠોડે પુશઅપ્સ કરતો એક વીડિયો ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં તે લોકોને પોતાના ‘ફિટનેસ મંત્ર’નો વીડિયો રેકોર્ડ કરી શેર કરવાનો આગ્રહ કર્યો છે. #HumFitTohIndiaFit ટેગ હેઠળ નવી મુહિમ શરૂ કરી છે. રાઠોડે કોહલી ઉપરાંત બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશન અને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આ ચેલેન્જ આપી હતી.

કેપ્ટન કોહલી વિડીયોમાં કહી રહ્યો છે કે, મિસ્ટર રાઠોડની ચેલેન્જ સ્વીકારી છે. જે પછી તે પોતાની ફેવરિટ એક્સરસાઈઝ કરે છે. કોહલી આ દરમિયાન 20 સ્પાઈડર પ્લેંક કરે છે. આ પછી કોહલીએ કહ્યું કે, હું હવે મારી પત્ની અનુષ્કા શર્મા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને મહેન્દ્ર સિંહ ધોની ભાઈને આ ચેલેન્જ આપું છું.