Fitness Eat these one vegetable For Weight loss
  • Home
  • Featured
  • શિયાળામાં નહીં વધે તમારું વજન, રોજ ખાઓ આ એક શાક

શિયાળામાં નહીં વધે તમારું વજન, રોજ ખાઓ આ એક શાક

 | 3:20 pm IST

શિયાળાની ઋતુમાં ખાસ કરીને દરેક લોકોને ખૂબ ભૂખ લાગતી હોય છે. પરંતુ ઠંડીના કારણથી ફિજિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઇ જાય છે. જોકે, વજન વધવું સ્વાભાવિક વાત છે. પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે એક સહેલો નુસખો જેનાથી શિયાળામાં પણ વજન વધશે નહીં. તે નુસખાનું નામ છે શક્કરિયા..

શિયાળાની ઋતુમાં તમે પણ તમારા સ્વાદમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વદર વજન ઓછું કરવા માંગો છો તો તમારી ડાયેટમાં શક્કરિયાને જરૂરથી સામેલ કરો. શક્કરિયું પોષક તત્વો જેવા કે કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને ફેટ ફ્રી કેલરીનું પાવર હાઉસ છે. તે બટેટાનો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે.

એક એવી વસ્તુ જેને વેટ કંટ્રોલ કરવાની પ્રક્રિયામાં આશરે દરેક લોકો દૂર રહે છે જે છે સ્વીટ ડિશ અને બટેટા. જોકે, બટેટામાં કાર્બોહાઇડ્રેટ અને સ્ટાર્ચ વધારે પ્રમાણમાં રહે છે. જે શરીર માટે યોગ્ય નથી. જેથી તમે અન્ય સ્વીટ વાનગી અને બટેટા સિવાય શક્કરિયાને તમારી ડાયેટમાં સામેલ કરો તો તે સ્વાસ્થ્ય માટે બેસ્ટ સાબિત થઇ શકે છે.

જો શક્કરિયાના ન્યુટ્રિશનલ વેલ્યુની વાત કરીએ તો તેમા માત્ર 112 કેલરી હોય છે. જે સ્વાસ્થ્ય વર્ધક હોય છે. શક્કરિયામાં ફાઇબરનું પ્રમાણ ઓટમીલથી પણ વધારે હોય છે. જેનાથી તમારું પેટ ભરાઇ જાય છે અને તમારું વજન કંટ્રોલમાં રહે છે.

આ શરીર માટે આવશ્યક શુગર પ્રોવાઇડ કરે છે. તેમા લો ગ્લાઇમેક્સ ઇંડેક્સ હોય છે. જે શરીરમાં બ્લડ શુગરના સ્તરને મેનેજ રાખે છે અને સાથે-સાથે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જે લોકો એક હેલ્ધી ડાયેટ પ્લાન કરી રહ્યા છે. તેના માટે શક્કરિયા શરીરને હાઇડ્રેટ રાખે છે. કારણકે તેમા પાણી વધારે પ્રમાણમાં રહેલું છે. જે બ્લડ સેલ્સને ઉર્જા આપે છે અને મેટાબોલિજ્મ પ્રોસેસને તેજ કરે છે. સાથે જ શરીરથી હાનિકારક ટોક્સિન્સને બહાર નીકાળે છે.

ખાસ કરીને લોકો શાકભાજીની જગ્યાએ શક્કરિયા એટલા માટે ઉપયોગ કરે છે કે કારણકે તે સહેલાઇથી બની જાય છે અને તેને બનાવવામાં સમય ઓછો લાગે છે. તેને તમે ઉકાળીને, સ્ટીમ કરીને કે બેક કરીને પણ ખાઇ શકો છો. જે દરેક રીતે શરીર માટે લાભદાયી હોય છે અને વજનને કંટ્રોલ કરે છે. તમે શક્કરિયાની ચાટ બનાવીને પણ તેને ખાઇ શકો છો. તે સિવાય સૂપ તરીકે પણ શિયાળામાં તેનુ સેવન કરી શકો છે.