આ 6 પીણાના ઉપયોગથી વજનમાં થશે ઝટપટ ઘટાડો,આજે જ કરો ટ્રાય - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ 6 પીણાના ઉપયોગથી વજનમાં થશે ઝટપટ ઘટાડો,આજે જ કરો ટ્રાય

આ 6 પીણાના ઉપયોગથી વજનમાં થશે ઝટપટ ઘટાડો,આજે જ કરો ટ્રાય

 | 7:42 pm IST

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે લોકો તેમની ખાણી પીણીનો ખ્યાલ રાખી શકતા નથી અને ખોટા ડાયેટને લઇને સ્થૂળતાનો શિકાર બને છે. જેના કારણથી તેઓને ઘણી બિમારીઓનો સામનો કરવો પડે છે. ભાગ દોડથી ભરેલી જિંદગીમાં લોકોને જિમ જવાનો સમય મળતો નથી જેના કારણે સ્થૂળતા સમયની સાથે વધતી રહે છે. પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી. કારણકે તમે જિમ ગયા વગર ખાસ પીણાના ઉપયોગથી સ્થૂળતા અને વજન ઓછું કરી શકો છો.

વજન ઓછું કરવા માટે સૌથી સારુ અને સસ્તુ પીણું પાણી છે. આ તે પીણું છે જે વજન ઓછું કરવા માટે દરેક ડાયેટીશિયન, ન્યુટ્રિશંસ અને ફિટનેસ ઇંસ્ટ્રક્ટર પીવાનું કહે છે.પાણી પીવાથી તમારી બોડીમાં જમા થયેલું ફેટ ઓછું થઇ જાય છે. એક અભ્યાસ મુજબ, જે લોકો દિવસમાં 8 ગ્લાસ પાણી પીવે છે તો તેમનુ વજન ઓછું થઇ જાય છે.વધુમાં તમે ઇચ્છો તો પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પી શકો છો. સ્કિમ્ડ મિલ્કમાં પ્રોટીન, વિટામિન ડી અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કેલ્શિયમ હોવાના કારણે, તે ફેટ, સેલ્સને જલ્દી ઓછું કરે છે. સાથે જ તે બોડીને મેટાબોલ્જિમને પણ બરાબર રાખે છે.

• બ્લેક કોફી બોડીમાં મેટાબોલિજ્મનું પ્રમાણ વધારે છે. સાથે તેનાથી શરીરને તાકાત મળે છે. બ્લેક કોફીમાં રહેલા કેફીન બોડીનું ફેટ ઓછું કરે છે.
• ગ્રીન ટીમાં વધારે પ્રમાણાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે. ગ્રીન ટી સ્થૂળતા ઓછી કરવાની સાથે બોડીમાં ગ્લૂકોઝ પણ રેગૂલેટ કરે છે. દિવસમાં 3-5 કપ ગ્રીન ટી પીવાથી બોડીમાં 35-43 ટકા ફેટ ઓછું થાય છે. જેના અનેક હર્બલ ફાયદા ચો છે. સાથે જ બિમારીઓ પણ દૂર કરે છે.
• મધ બોડીમાં મેટાબોલિજ્મના પ્રમાણને વધારે છે અને લીંબૂ કેટાલિસ્ટનું કામ કરે છે. મધ અને લીંબૂને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી વેટ લોસની પ્રોસેસ તેજ થઇ જાય છે. આ પીણુ રોજ સવારે ખાલી પેટ પીવાથી ઘણી કેલરી ઓછી થાય છે.
• વેજીટેબલ જ્યૂસ ફેટને જલદીથી ઓછું કરે છે. તેની સાથે જ તે બોડીને શક્તિ પણ આપે છે. વેજીટેબલ જ્યૂસમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે.