આ 4 તેલને સૂંઘવાથી જ સડસડાટ ઉતરી જશે તમારું વજન - Sandesh
  • Home
  • Health & Fitness
  • આ 4 તેલને સૂંઘવાથી જ સડસડાટ ઉતરી જશે તમારું વજન

આ 4 તેલને સૂંઘવાથી જ સડસડાટ ઉતરી જશે તમારું વજન

 | 1:00 pm IST

સ્થૂળતા કોઇ એક વ્યક્તિ નહી પરંતુ ઘણા લોકો આ પરેશાનીથી પીડાય છે. નાના લોકોથી લઇને વૃદ્ધ સુધી દરેક લોકોના શરીરમાં એકઠી થયેલી ચરબીથી રાહત મેળવવા માંગે છે. જોકે શરીરમાં હાર્ડ ચરબી એકઠી થવી અને મેટાબોલિજ્મને કારણે હજારો પ્રયત્ન કરવા છતાં પણ સ્થૂળતા ઓછી થતી નથી. કેટલાક લોકો ડાયેટિંગ અને જિમનો સહારો લે છે. પરંતુ ત્યારે પણ શરીર પર કોઇ અસર થતી નથી. જો તમે પણ સ્થૂળતાથી પરેશાન છો આજે અમે તમને કેટલાક એવા તેલ અંગે જણાવીશુ જેનાથી સ્થૂળતાને કંટ્રોલ કરી શકાય છે. આ તેલથી માલિશ નહીં પરંતુ તેને સુંઘવાથી જ વજન ઓછું કરી શકાય છે. તો આવો જોઇએ કયા તેલના ઉપયોગ કરવાથી વજન ઓછું કરી શકાશે.

પેપરમિંટ ઓઇલ
વજન ઓછું કરવા માટે પિપરમિંટ ઓઇલનો ઉપયોગ કરો. આ તેલ સૂંઘવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. જેનાથી વજન પણ ઓછું થાય છે. તો એક શોધ અનુસાર 1 લીટર પાણીમાં આ તેલના 1-2 ટીંપા ઉમેરીને પીવાથી ફેફસાને ખૂબ ફાયદો મળે છે.

લાઇમ ઓઇલ
લીંબુને વજન ઓછું કરવા માટે સૌથી અસરદાર પ્રયોગ માનવામાં આવે છે. આ રીતે લીંબુથી બનેલા આ લાઇમ ઓઇલને સુંઘવાથી પણ વજન ઓછું થઇ શકે છે. તે સિવાય સલાડમાં તેના 2-3 ટીંપા ઉમેરીને ખાવાથી ઘણો ફાયદો મળે છે.

ઇલાયચી તેલ
રોજ તમારા ભોજનમાં આ તેલના 2-3 ટીંપા ઉમેરો. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે અને ગેસની સમસ્યાથી પણ રાહત મળે છે.જો તમને પણ પેટ ફુલી જવાની સમસ્યા રહે છે તો આ તેલ તમારા માટે ખુબ ગુણકારી સાબિત થઇ શકે છે.

ગ્રેપફ્રૂટ ઓઇલ
વજન ઓછું કરવા માટે દિવસમાં આ તેલને એક વાર સૂંધવુ જોઇએ. તેની સુંગંધથી ભૂખ ઓછી લાગે છે. એક શોધ અનુસાર ગ્રેપફ્રૂટ એસેંશિયલ ઓઇલમાં લિમોનેન રહેલા છે. જેલ વજન ઓછું કરવામાં મદદગાર છે.