If you are worried about the weight loss problem
  • Home
  • Featured
  • વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો કરો બસ આટલું

વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો કરો બસ આટલું

 | 6:09 pm IST

આજકાલ દરેક લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન રહે છે. વધારાની ચરબી અને વજનને ઓછું કરવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે ખાવાનું ખાવાનાના સમયમાં બદલાવ કરીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

બ્રેકફાસ્ટ અને ડિનરના સમયમાં હાલમાં કરવામાં આવેલી એક અભ્યાસ મુજબ બ્રેક ફાસ્ટ અને ડિનરના સમયમાં બદલાવ કરીને વધારાની ચરબી ઓછી કરી શકાય છે અને વધતા વજનના ખતરાને પણ દૂર કરી શકો છો. આ અભ્યાસમાં શોધકર્તાઓએ ખાવાનું ખાવાના સમયમાં બદલાવ કરીને આ અંગે માહિતી મેળવવાની કોશિશ કરી છે. તેનાથી ડાઇટર ઇન્ટેક, ડાયાબીટીસ અને હૃદયથી સંબંધિત બીમારીઓમાં શુ ફરક પડે છે.

આ સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકોએ તેમના ખાવાનું ખાવાનું સમયમાં બદલાવ કર્યો, તે લોકોના મુકાબલામાં બમણું વજન ઓછું કર્યું જે સામાન્ય સમય પર ખાવાનુ ખાઇ રહ્યા હતા.

શોધકર્તાઓ અનુસાર, આ ડેટાને એક મોટા વર્ગ સાથે અપનાવીને જોવામા આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદા થશે. આ અભ્યાસમાં 57 ટકા એવા લોકો હતા જે લોકોના ખાવાનું ખાવાના સમયમાં બદલાવ કરવાના કારણે ભૂખ ઓછી થઇ ગઇ અને જંક ફૂડ ખાવાની આદત પણ ઓછી થઇ ગઇ છે.