શરીરના આ અંગ પર મસાજ કરવાથી પેટની ચરબી ઓછી થશે - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શરીરના આ અંગ પર મસાજ કરવાથી પેટની ચરબી ઓછી થશે

શરીરના આ અંગ પર મસાજ કરવાથી પેટની ચરબી ઓછી થશે

 | 3:58 pm IST

આજકાલ ખાસ કરીને લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. જેના માટે લોકો કલાકો જિમ જઇને એક્સરસાઇસ કરે છે અને ડાયેટિંગ શરૂ કરી દે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. શરીરમાં રહેલી નસો, લોહીની ધમનીઓ, માંસપેશીઓ, સ્નાયુઓ અને હાડકા મળીને શરીર રૂપી આ મશીન ચલાવવામાં કામ કરે છે. એવામાં તમે શરીરમાં કેટલાક અંગ હોય છે જેની મસાજ કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે.

કાન પર મસાજ
તમારા કાન પર દબાણ બિંદુ અંગે તપાસ કરો. આ બિંદુને દબાવીને ભૂખ પર નિયંત્રણ કરવું સહેલું હશે અને તમે ઓવરઇટિંગથી દૂર રહી શકો છો. આ બિંદુની ઉપર માંસલ ફ્લેપ હોય છે. જેને 3 મિનિટ માટે આ જગ્યા પર સતત દબાણ કરો. ધીમે-ધીમે પ્રેશર વધારો. આમ કરવાથી વજન ઓછુ થશે.

ઘુંટણ પર મસાજ
ઘુંટણની ડાબી બાજુ નીચેની તરફ ત્રણ બિંદુ હોય છે જેની પર દબાણ આપવાથી શરીરનું મેટાહોલિજ્મ યોગ્ય રહે છે અને સ્થૂળતા ઓછી થાય છે.

હથેળીની મસાજ
હથેળીમાં અંગૂઠાની પાસે ઉપરના ભાગ પર વ્યક્તિની સહન ક્ષમતા અનુસાર દબાણ આપો. તે બાદ યોગ્ય પ્રમાણમાં નવશેકા પાણીનું સેવન કરો જેથી ટોક્સિન શરીરથી નીકળી જશે.

ખભાની મસાજ
જમણા ખભાની મધ્ય ભાગમાં હાથની આંગળી અને અંગૂઠાથી દિવસમાં 2 વખત લગભગ અડધી મિનિટ સુધી દબાણ આપવું જોઇએ.પરંતુ ધ્યાન રહે એક્યુપ્રેશના આ પ્રયોગથી પેટ ખાલી ન કરો.

એડી પર મસાજ
એડીનું હાડકું એટલે એન્કલ બોન પર હાથની ચારેય આંગળીઓને રાખો અને ધીમે-ધીમે દબાણ આપો. આ મસાજથી પાચનતંત્ર યોગ્ય રહેશે. સાથે જ ભૂખ પર કંટ્રોલ રહે છે અને વજન ઓછુ થાય છે.