રાતોરાત વજન ઓછું કરવા માટે સૂતા પહેલા પીઓ 1 ગ્લાસ આ જ્યૂસ - Sandesh
NIFTY 10,806.60 +0.10  |  SENSEX 35,556.71 +20.92  |  USD 67.5175 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • રાતોરાત વજન ઓછું કરવા માટે સૂતા પહેલા પીઓ 1 ગ્લાસ આ જ્યૂસ

રાતોરાત વજન ઓછું કરવા માટે સૂતા પહેલા પીઓ 1 ગ્લાસ આ જ્યૂસ

 | 5:41 pm IST

વધતા વજનથી પરેશાન લોકો વજન ઓછુ કરવા માટે જિમથી લઇને ડાયટિંગ સુધીના ઉપાય કરે છે. પરંતુ વજન ઘટવાનું નામ લેતુ નથી. જો તમારી સ્થૂળતા ડાયટિંગથી લઇને એકસરસાઇઝ અને ઘરેલું ઉપાય અપનાવીને પણ વજન ઓછી થઇ નથી તો પરેશાન ન થાવ, કારણકે વજન ઓછુ કરવા માટે અમે વધુ એક ઉપાય લઇને આવ્યા છીએ.

સૂતાપહેલા એક ગ્લાસ જ્યૂસ પીને તમે સ્થૂળતા સહેલાઇથી અને ઝડપથી ઓછી કરી શકો છો.ઝડપથી વજન ઓછું કરવા માટે તમારે કોઇ ખાસ વસ્તુની જરૂરત પણ નહીં પડે. ઘરમાં ઉપલબ્ધ ઘણી એવી વસ્તુઓની મદદથી તમે સહેલાઇથી આ જ્યુસ બનાવી શકશો.

સામગ્રી
1 – લીંબુ
1 – ગ્લાસ પાણી
1 – કાકડી
1 ચમચી – પીસેલું આદુ
1 ચમચી – એલોવેરા જ્યુસ
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ આ લીંબુ, પીસેલું આદું, એલોવેરા જ્યુસ, કોથમીર અને પાણીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ જ્યુસને રાત્રે સૂતા પહેલા પીવું. આ જ્યૂસ તમારા વજનને ઓછું કરવામાં મદદગાર થાય છે. આ દરેક વસ્તુનું મિશ્રણ તમારા શરીરને મેટાબેલિજ્મને ગતિ પ્રદાન કરે છે અને સૂતા દરમિયાન તમારા મેટાબોલિજ્મ એક્ટિવ થઇને વજન ઓછું કરવા ઉપયોગી છે. આ જ્યૂસનું નિયમિક રીતે સેવન કરવાથી થોડાક દિવસમાં વધતા વજનથી રાહત મળી શકે છે. ખાસ કરીને આ જ્યુસ પેટની ચરબીને ઓછી કરવામાં ફાયદાકારક સાબિત થયું છે.