7 દિવસમાં પેટની ચરબી દૂર કરવા ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Health & Fitness
  • 7 દિવસમાં પેટની ચરબી દૂર કરવા ફોલો કરો આ Tips

7 દિવસમાં પેટની ચરબી દૂર કરવા ફોલો કરો આ Tips

 | 5:28 pm IST

આજકાલ મહિલાઓની સૌથી મોટી સમસ્યા વધી રહેલી પેટની ચરબી છે. જરૂરી નથી કે દરેક લોકોને પેટની ચરબી વધવાના કારણ સરખાં જ હોય. અલગ-અલગ રીતે લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીને લઇને પણ પેટની ચરબી વધવાનું કારણ હોય શકે છે. તો આવો જોઇએ વધી રહેલી પેટની ચરબી ના કારણ શું છે અને તે ચરબી દૂર કરવા માટે શુ કરવું જોઇએ.

• દર બે કલાક સુઘી કઇકને કઇક ખાતા રહેવું જોઇએ. જેનાથી તમારું સુગર લેવલ પણ મેન્ટેન રહેશે અને વધારે ભૂખ પણ લાગશે નહીં. આ કારણથી તમારી ડાયેટ પણ પૂરી થશે અને ઓવર-ઇટિંગનો ખતરો પણ દૂર રહે છે.

• ભોજનમાં લીલા શાકભાજીને સામેલ કરી શકો છો અને સફેદ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. જેમકે મેંદા, ચોખા, બટેટા, ખાંડ જેવી વસ્તુથી દૂર રહેવું જોઇએ. આમ કરવાથી તમારી પેટની ચરબી ઓછી થાય છે.

• સલાડ હોય કે જ્યૂસ તેની ઉપરથી મીઠું મિક્સ ન કરવું જોઇએ, તેમા સોડિયમ હોય છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ રહે છે. તેમજ ભોજન કરતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક પહેલા પાણી જરૂરથી પીઓ. પરંતુ ભોજન બાદ અડધા કલાક સુધી પાણી ન પીવું જોઇએ.

• ફુલ ક્રમમની જગ્યાએ દૂધ અને દહીંનો પ્રયોગ કરો. દુધના પનીરની જગ્યાએ સોયા પનીર (ટોફૂ)નો પ્રયોગ કરો. મલાઇમાં ફેટ હોય છે. જેનાથી પેટમાં ચરબી બને છે અને આ ચરબીના કારણે તમે પરેશાન રહો છો. માટે કેટલીક એવી આદતોથી દૂર રહેવું જોઇએ.

• લાઇટ ડિનર લેવું જોઇએ અને સૂવાના બે કલાક પહેલા ભોજન કરવું જોઇએ. કારણકે રાત્રે આપણે સૂઇ જઇએ છીએ ત્યારે શરીર કોઇપણ કામ કરતું નથી.એવામાં પચી ગયેલું ખાવાનું ફેટના રૂપમાં સ્ટોર થાય છે.રાતના સમયે શરીરના બાકીના ભાગની સાથે-સાથે પેટને પણ આરામ મળવો જોઇએ.