ઝડપથી વજન ઓછું કરવા માટે પીઓ રોજ આ 4 પીણાં - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઝડપથી વજન ઓછું કરવા માટે પીઓ રોજ આ 4 પીણાં

ઝડપથી વજન ઓછું કરવા માટે પીઓ રોજ આ 4 પીણાં

 | 12:50 pm IST

ઝડપથી વજન ઓછું કરવા આજકાલ લોકો અવનવા પ્રયત્નો કરતા રહે છે. ત્યારે વધતા વજનની અસર પર્સનાલીટીની સાથે સ્વાસ્થ્ય પર પણ પડે છે. વજન વધવાની સાથે-સાથે કેટલીક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલાક લોકો વધતા વજનથી છૂટકારો મેળવવા માટે વર્કઆઉટ, ડાયેટિંગ તેમજ કેટલીક દવાઓનો ઉપયોગ કરે છે. જેનાથી શરીરને નુકસાન પહોંચે છે. એવામાં આજે અમે તમને એક ડિટોક્સ ડ્રિંક્સ અંગે જણાવવા જઇશું. જેથી સ્થૂળતા એક મહીનામાં ઓછી થઇ જશે અને તમને કોઇ નુકસાન પણ નહીં થાય.

કાકડીનું જ્યૂસ
એક કાકડી, અડધું લીંબુ, એક ટેબલસ્પૂન આદુ, કોથમીર અને પાણી મિક્સ કરીને બ્લેન્ડ કરી લો. તેને રાતના સમયે ભોજન કર્યા પછી સૂતા પહેલા આ પીણું પીવાથી એક મહીનામાં તમારું વજન ઓછું થઇ જશે.

કાકડી-લીંબુનો રસ
વિટામીન સી, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇંફ્લામેટરીના ગુણોથી ભરપૂર કાકડી અને લીંબુનો રસ મેટાબોલિજ્મ વધારે છે. જેનાથી ચરબી ઓછી થાય છે. આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે અડધું લીંબુ, કાકડીની સ્લાઇસ લો. હવે એક ગ્લાસ પાણીમાં લીંબુ અને કાકડીની સ્લાઇસ બ્લેન્ડ કરીને ઠંડુ કરવા મૂકી દો. ત્યાર પછી રાત્રે સૂતા પહેલા આ પાણી પીઓ. રોજ તેનું સેવન કરવાથી થોડાક દિવસમાં તમારું વજન ઓછું થઇ જશે.

કકાડી અને ફુદીના
આ પીણું બનાવવા માટે એક લીંબુની સ્લાઇસ,પાંચ ઇંચ કાકડીની સ્લાઇસ, 5 ફુદીનાના પાન પીસી લો અને એક ગ્લાસ પાણીમાં ઉમેરી લો. ભોજન કર્યા પછી રોજ તેનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળશે.

કાકડી અને આદુનો રસ
એક ચમચી આદુ, એક કાકડી, એક લીંબુનો રસ, એક ચમચી એલોવેરા રસ અને ફુદીનાના પાનને પીસીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો. રોજ ભોજન કર્યા પછી તેનું સેવન કરો. આ જ્યૂસ વજન તો ઓછું કરશે સાથે જ બોડીને પણ ડિટોક્સ કરશે.