ગરમીમાં સડસડાટ ઘટશે વજન,અપનાવો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ગરમીમાં સડસડાટ ઘટશે વજન,અપનાવો આ ટિપ્સ

ગરમીમાં સડસડાટ ઘટશે વજન,અપનાવો આ ટિપ્સ

 | 2:19 pm IST

સ્થૂળતા જે દરેક લોકોની સમસ્યાનું કારણ છે. વધતું વજન આપણી પર્સનાલિટીની સાથે સ્વાસ્થ્યને પણ નુક્શાન પહોંચાડે છે. જ્યારે વધતું વજન કેટલીક બિમારીઓનું મૂળ હોય છે. તે સિવાય બદલાતી લાઇફ સ્ટાઇલ, ખાણી-પીણી, ફાસ્ટફૂડ, તનાવ વજન વધવાના કારણો છે. વજન વધવાની સમસ્યા ફક્ત મોટા લોકોમાંજ નહીં પરંતુ નાના લોકોમાં પણ જોવા મળે છે. જે ચિંતાનો વિષય છે. જો તમે વજનમાં કંટ્રોલ કરવા માંગો છો તો તમારી ડાયેટને યોગ્ય રાખો.

ગરમીની ઋતુ વજન ઓછું કરવા માટે બેસ્ટ છે. કારણકે આ ઋતુમાં આપણી ખાણીપીણી બદલાઇ જાય છે. આપણે ખોરાક ખાવાથી વધારે લિક્વિડ પીવાનું શરૂ કરી દઇએ છીએ. સવાર-સાંજ એક્સરસાઇજ કરીએ છીએ. તે સિવાય તમે ગરમીમાં અન્ય રીતે પણ વજન ઓછું કરી શકો છો.

• ગરમીમાં મસાલેદાર વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.જેથી શરીરમાં ગરમી નહી થાય સાથે જ વજન ઓછું થશે. તે સિવાય તમારી ડાયેટમાં જંકફૂડ,મેંદો અને ગળ્યું ખાવાનું બંધ કરી દો.
• ગરમીમાં વજન ઓછું કરવાનું સૌથી સહેલી રીત છે એક વખત ભોજન કરવાની જગ્યાએ વારંવાર ઓછા પ્રમાણમાં ખાઓ. તમારા ત્રણ સમયના ભોજનને થોડાક અંતરે ખાવ. જેથી ભૂખ પણ ઓછી લાગશે અને વજન પણ ઓછુ થશે.
• ગરમીમાં તમારા દિવસની શરૂઆત હળવા ગરમ પાણીમાં મધ ઉમેરીને પીઓ. તે સિવાય તમે ચા પીતા સમયે તેની સાથે 2-3 અખરોટ કે બદામ લો. ગરમીમાં સવારની ચા પીધાના બે કલાક બાદ સલાડ કે ફળનું સેવન કરો.
• ગરમીમાં કેલરી મુક્ત રહેવા માટે ફળોનું સેવન કરો. જેના માટે તમારી ડાયેટમાં તરબૂચ ખાઓ. ભોજનના 40 મિનિટ પહેલા કે 2 કલાક બાદ ફળ ખાઓ અને રોજ પપૈયાનું સેવન કરો.
• રાતના ભોજનમાં શાકાભાજીનો સૂપ, રોટલી તેમજ શાક સામેલ કરો. તે સિવાય સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીઓ. આમ કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે.
• ગરમીમાં તમારા ડાયેટમાં સલાડ પણ સામેલ કરો. બપોર અને રાત્રે ભોજનથી પહેલા સલાડ ખાઓ. સલાડમાં કાકડી,ગાજર, મૂળો, બીટ અને ટામેટાને સામેલ કરો.
• ગરમીમાં જેટલું બની શકે એટલું લિક્વિડ ડાયેટમાં લો. લિક્વિડ ડાયેટમાં લીંબુ પાણી, જ્યૂસ, સ્મૂદી કે અન્ય કોઇપણ લિક્વિડ વસ્તુ પી શકો છો. કોલ્ડ કે સોફ્ટ ડ્રિક્સથી દૂર રહો. પાણીને ભરપૂર પ્રમાણમાં પીઓ.