વધી રહી છે પેટની ચરબી તો કરો ફક્ત આ 2 કસરત - Sandesh
NIFTY 11,390.55 -44.55  |  SENSEX 37,683.87 +-168.13  |  USD 70.1650 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • વધી રહી છે પેટની ચરબી તો કરો ફક્ત આ 2 કસરત

વધી રહી છે પેટની ચરબી તો કરો ફક્ત આ 2 કસરત

 | 2:03 pm IST

વધતા વજન અને પેટની ચરબીની અસર તમારી પર્સનાલિટીની સાથે-સાથે સ્વાસ્થ્ય પર પણ પડે છે. સ્થૂળતાની સાથે શરીરમાં કેટલીક ગંભીર બીમારીઓ થવાનો પણ ખતરો વધી જાય છે. વજન ઓછું કરવા માટે લોકો વ્યાયામથી લઇને ડાયેટ પર કંટ્રોલ કરે છે. પરંતુ કેટલાક લોકો કલાકો જીમમાં મહેનત કરવા છતા પણ તેમનું વજન ઓછુ કરી શકતા નથી. તો કેટલાક લોકો વજન ઓછુ કરવા માટે દવાઓનું સેવન પણ કરે છે. જે શરીરને નુક્શાન પહોચાડી શકે છે. એવામાં આજે અમે તમને એવી બે કસરત બતાવીશું જેનાથી કોઇ નુક્શાન વગર તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો ફક્ત આ બે કસરતી વધતા વજન અને પેટની ચરબીથી રાહત મેળવી શકો છો.

વજન વધવાનું કારણ
વધતી ઉંમર
ખરાબ ખાણી પીણી
બ્રેકફાસ્ટ ન કરવો
અનિયમિત દિનચર્યા
ગર્ભાવસ્થાના કારણે
કોઇ અન્ય બીમારીને કારણે
વધારે દવાઓનું સેવન
દારૂ સિગારેટનું સેવન
ટીવી જોતા ભોજન કરવું
વધારે કોફી-કોલ્ડડ્રિંકનું સેવન

વજન ઓછું કરવા માટે કરો આ 2 કસરત

કૈટલ બોલ સ્વિંગ
આ કસરતમાં વજન લઇને ટેબલ પર કુદવાનું રહે છે. પરંતુ સ્ટેપ અપ બેંચ પર જમ્પ કરવા કે તે દરમિયાન ડંબલ-લાઇટ વજનને પગની ઘુંટી પર બાંધીને કુદવા પર ઇજા થવાનો ખતરો રહે છે. જેથી આ કસરતને હંમેશા એક્ષપર્ટની સલાહથી કરવી જોઇએ. તેમનું માનવું છે કે કસરતમાં જમ્પ કરતા સમયે હંમેશા કેટલ બોલ સ્વિંગ કરો. આ કરવા માટે થોડૂક નમીને પગની વચ્ચે ગેપ બનાવો. તે બાદ બોલ્સને બન્ને હાથમાં પકડીને પગની વચ્ચેથી નીકાળો અને ખભા તરફ ઉઠાવીને સ્વિંગ કરો. આ કસરત કરવાથી અઠવાડિયામાં તમારા વજનમાં ફરક જોવા મળશે.

બોટ સ્ટાઇલ
પેટની ચરબી ઝડપથી ઓછી કરવા માટે ત્રણ વખત 20-25 મિનિટ આ કસરત જરૂરથી કરો. આ કસરતમાં બોટ એટલે કે હોળીના આકારમાં શરીરને સ્ટ્રેચ કરવું પડે છે. તેને કરવા માટે પગને સીધા કરીને જમીન પર બેસી જાવ. તે બાદ તેને બન્ને હાથથી ઉપરની તરફ ઉઠાવતા શ્વાસ લો. તે બાદ થોડૂક નમીને બન્ને પંજાને હાથથી અડો. નિયમિત રીતે આ કસરત કરવાથી તમારુ વજન ઓછુ થવા લાગશે.