જાણો 1 કલાક શુ કરવાથી વજનમાં થશે ઝટપટ ઘટાડો - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો 1 કલાક શુ કરવાથી વજનમાં થશે ઝટપટ ઘટાડો

જાણો 1 કલાક શુ કરવાથી વજનમાં થશે ઝટપટ ઘટાડો

 | 3:06 pm IST

આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ થઇ ગઇ છે. ભાગદોડથી ભરેલી લાઇફ ,તણાવ અને ખાણી પીણી સ્થૂળતાનું કારણ બન્યું છે. દરેક લોકો પોતાનું વજન ઘટાડવા માટે જાત-જાતના ઉપાય કરે છે. પરંતુ સમય ન મળવાના કારણે કસરત કે યોગા કરી શકતા નથી. જેથી સ્થૂળતાના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અન્ય લોકોતો ડાયેટિંગ પણ કરે છે. ડાયટિંગ કરવાથી વજન ઓછુ નથી થતું પણ શારીરિક કમજોરીનો સામનો કરવો પડે છે. હાલમાં જ એક શોધમાં માલૂમ પડ્યું છે કે 1 કલાક સીધા ઉભા રહેવાથી વજન ઘટવા લાગે છે. સ્થૂળતાને ઓછી કરવાનો બેસ્ટ ઉપાય છે.

યુનિવર્સિટી ઓફ ચેસ્ટરના રિસર્ચરે રિસર્ચ કરવા માટે ઘણા લોકોને અઠવાડિયામાં ત્રણ કલાક ઉભા રહેવા માટે કહ્યું તે બાદ તેમણે ઉભા રહેલા લોકોની કેલરી અને દિલના ધબકારાની તપાસ કરી. તપાસ બાદ માલુમ પડ્યું કે ઉભા રહેવાથી દિલના ધબકારા વધવા લાગે છે. તેમજ પ્રતિ મિનિટ 0.7 કેલરી ઓછી થાય છે.

જો તમે કઇપણ કર્યા વગર વજન ઓછું કરવા માંગો છો તો રોજ 1 કલાક ઉભા રહો. વધારે સમય બેસીને કામ ન કરો. થોડાક સમયના અંતરે ઉઠીને ઉભા થઇ જાવ. ફોન પર વાત કરતા સમયે ચાલવા લાગો. તે સિવાય બસમાં ક્યાય ફરવા જઇ રહ્યા છો તો ઉભા ઉભા સફર કરો અને જરૂરિયાતમંદને સીટ આપો. આ પ્રયોગ કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ પણ જરૂરથી લો.