ઝીરો ફિગર માટે અજમાવો આ Tips, મળશે જોરદાર રિઝલ્ટ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ઝીરો ફિગર માટે અજમાવો આ Tips, મળશે જોરદાર રિઝલ્ટ

ઝીરો ફિગર માટે અજમાવો આ Tips, મળશે જોરદાર રિઝલ્ટ

 | 5:59 pm IST

દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેની કમર પાતળી હોય. પરંતુ કમરની આસપાસ ખૂબ ચરબી જમા થઇ જાય છે. જેથી તે ડિપ્રેશનમાં જતી રહે છે. યુવતીઓ વધતા જતા વજન અને ચરબીને લઇને ઘણા ઉપાય કરે છે. પાતળી કમર હોવી દરેક યુવતીનું સપનું હોય છે. પેટ પર જામી ગયેલી ચરબીથી તમારા સ્વાસ્થ્યને પણ નુક્શાન થઇ શકે છે. તે સિવાય તમારું લુક પણ ખરાબ લાગી શકે છે. તો આવો જોઇએ કેવી રીતે તમે પણ બનાવી શકો છો ઝીરો ફીગર..

• તમે ચા કે કોફીના શોખી છો તો દૂધની ચાની જગ્યાએ ગ્રીન ટી, બ્લેક ટી કે લેમન ટી પી શકો છો. આ ચા પીવાથી તમને ઘણા લાભ થઇ શકે છે. કારણકે તેમા એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ રીતે તમે ઝડપથી તમારું વજન ઓછું કરી શકો છો.
• તમારી ડાયેટમાં એવા ફળ અને શાકભાજી સામેલ કરો જેમા કેલરીનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં હોય. તે સિવાય કેળા અને ચીકુ જેવા ફળનું સેવન ટાળવું જોઇએ. આ ફળ સેવન કરવાથી તમારા વજનમાં વધારો થવાની સાથે પેટની ચરબી પણ વધે છે.
• સુંદરતા માટે વર્ષોથી મધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મધના સેવનથી પેટની ચરબી દૂર થઇ શકે છે. રોજ સવારે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી કમરની આસપાસની ચરબી ઓછી થાય છે.
• અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ અવશ્ય રાખો અને તેમા પણ તમે જ્યૂસ, સૂપ, દૂધ, લીંબુ પાણી અને સાધારણ પાણીને પીવું જોઇએ.
• પાણી પીવું સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જરૂરી છે. આપણું શરીર શ્વાસ દ્વારા ઝેરી તત્વ આપણા શરીરમાં એકઠા કરી લે છે.તેને બહાર નીકાળવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઇએ.