Five days rain from today in Gujarat, very heavy rain on 28-29th September 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુલાબ વાવાઝોડાની ગુજરાતભરમાં કેવી અસર થશે? આજથી પાંચ દિવસ ભારે!

ગુલાબ વાવાઝોડાની ગુજરાતભરમાં કેવી અસર થશે? આજથી પાંચ દિવસ ભારે!

 | 9:23 am IST
  • Share

  • ગુજરાતમાં આજથી પાંચ દિવસ વરસાદ, 28-29મીએ અતિ ભારે વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે
  • સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા, સાઈક્લોનિક સરક્યુલેશનની અસર થશે

રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. પાંચ દિવસ દરમિયાન તા.28 અને 29ના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમ જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થશે નહીં પરંતુ આ વાવાઝોડું નબળાં પડયા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસર તળે રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગના અધિકારીએ કરી છે.

હવામાન વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે નોર્થ-ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જે સાઉથ-વેસ્ટવાર્ડસ તરફ આગળ વધી રહ્યું છે. બીજું સાયકલોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશના નોર્થવેસ્ટ પર સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે. તેમાં ખાસ કરીને તા.28-29 દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

27-9: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ. જ્યારે આણંદ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ.

28-9: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ. જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ.

29-09: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, તાપી, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ.

1-10: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરા નગર હવેલી. જ્યારે સુરત, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો