Five Dead As Police Battle Gunmen At Nairobi hotel complex
  • Home
  • Featured
  • કેન્યાના નૈરોબીમાં આતંકવાદી હુમલામાં 11ના મોત, જાણો ગુજરાતીઓની ત્યાં શું સ્થિતિ?

કેન્યાના નૈરોબીમાં આતંકવાદી હુમલામાં 11ના મોત, જાણો ગુજરાતીઓની ત્યાં શું સ્થિતિ?

 | 8:48 am IST

આફ્રિકાના નૈરોબી શહેરમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગ કરાતા પહેલાં 5 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ 11 લોકોના મોતની માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ત્યારબાદ દૂસીત હોટલના પાર્કિંગમાં 6 જેટલા આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ પણ કર્યું હતું. આ હુમલાની જવાબદારી અલસહાબ સંગઠને સ્વીકારી છે. આ વિસ્તારમાં ઘણા ગુજરાતી લોકો રહે છે. જોકે હજુ સુધી કોઈ ગુજરાતીને નુકસાન થયું કે નહીં તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. 

હુમલા બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને જીવ બચાવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. એક સાક્ષીએ હોટલના પ્રવેશ દ્વાર પર પાંચ મૃતદેહો જોયાનો દાવો કર્યો. ચાર્લ્સ નજેંગા નામની એક વ્યક્તિએ કહ્યું જે મેં જોયું તે ખૂબ જ ભયાનક હતું. પરિસરમાં પહેલી વાર ગોળી ચલાવાનો અવાજ આવ્યા બાદ બે કલાક બાદ પણ ગોળીબાર થયો હતો.

પોલીસે કહ્યું કે તેમણે વિસ્ફોટકો ભરેલી કાર ઉડાડી દીધી છે. પરિસરના ગલિયારામાં એક ગ્રેન્ડ પણ જોવા મળ્યો છે. જેમાં કોઇ વિસ્ફોટ થયો નથી. સુરક્ષા બળોએ મહિલાઓના એક ગ્રૂપને ઝડપથી બહાર કાઢ્યું હતું. આ સિવાય અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હથિયારોથી લેસ સાદા કપડાં પહેલી અધિકારી પરિસરમાં જઇ દુકાન પર તપાસ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે નૈરોબીના વેસ્ટલેન્ડસ વિસ્તારમાં આવેલ પરિસરમાં એક ડુસિટ ડી2 નામની હોટલ, બાર, રેસ્ટોરાં, બેન્ક તથા ઓફિસ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અમેરિકન, યુરોપિયન, અને ભારતીયોમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ રહે છે.

કેન્યાના રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ જોસેફ બોઇનેટે આ શંકાસ્પદ આંતકી હુમલા અંગે કહ્યું કે અમને ખબર છે કે હથિયારબંધ ગુનેગારો હોટલમાં છે. સ્પેશ્યિલ સુરક્ષા બળ તેમની સામે મુકાબલો કરી રહ્યા છે. તેમણે એ નથી જણાવ્યું કે હુમલામાં કેટલાં લોકોના મોત થયા અને કેટલાં ઘાયલ થયા છે.

વેસ્ટ ગેટ હુમલાની જેમ જે એવું લાગે છે કે આ હુમલો પણ સમૃદ્ધ કેન્યાઇ અને વિદેશી લોકોને નિશાન બનાવા માટે કારયો છે. કેટલીય ગાડીઓને આગ લગાવી દીધી છે. લોકોમાં દહેશત અને ભયનો માહોલ છે. લોકો બૂમાબૂમા કરી નાસભાગ કરી રહ્યા હતા. કેટલાંક લોકો જીવ બચાવા માટે કારની પાછળ તો અન્ય ફુવારાની આડમાં છુપાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અલસહાબ સંગઠને નૈરોબીમાં 2013ના સાલમાં વેસ્ટગેટ મોલ પર હુમલો કર્યો હતો, જેમાં 67 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન