પાંચ લાખની લાંચ કેસમાં PF, રાજકોટના આસિ. કમિશનર સહિત ૩ની ધરપકડ - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પાંચ લાખની લાંચ કેસમાં PF, રાજકોટના આસિ. કમિશનર સહિત ૩ની ધરપકડ

પાંચ લાખની લાંચ કેસમાં PF, રાજકોટના આસિ. કમિશનર સહિત ૩ની ધરપકડ

 | 3:41 am IST

અમદાવાદ,તા.૯

દિલ્હીની થ્રી સી યુનિવર્સલ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લેટ ફાઇલીંગ રિટર્ન, કર્મચારીઓના ઇપીએફના નાણા સમયસર જમા નહિ કરવાના કેસમાં સેટલમેન્ટ કરીને પાંચ લાખની માગણી કરવામાં આવતા દિલ્હી સીબીઆઇની ટીમે પીએફના આસીસ્ટન્ટ કમિશનર,દિલ્હીના સુરેન્દ્રકુમાર,રાજકોટ પીએફ ઓફિસના આસીસ્ટન્ટ કમિશનર નિરજ વર્મા,દિલ્હીની થ્રી સી યુનિવર્સલ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી સંતોષકુમાર અને કંપનીના ચીફ ફાયનાન્સીયલ ઓફિસર દિનેશ કુમાર  પહાવા સહિત અન્યો સામે ગુનો નોંધીને સુરેન્દ્રકુમાર,દિનેશ કુમાર પહાવા અને કંપનીના કર્મચારી સંતોષકુમારની ધરપકડ કરીને તા.૧૨ ફેબ્રુઆરી સુધી કસ્ટડીમા મોકલી દીધા છે. પાંચ લાખની લાંચ લેવાના કેસમાં સીબીઆઇએ રાજકોટ,નોઇડા અને દિલ્હી ખાતે દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સીબીઆઇએ રાજકોટ પીએફ ઓફિસના આસીસ્ટન્ટ કમિશનર નિરજ વર્માના રહેઠાણે પણ દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઇના દિલ્હી ખાતેના ટોચના સૂત્રોએ જણાવ્યુ કે, દિલ્હીમાં રજીસ્ટર્ડ થયેલી થ્રી સી યુનિવર્સલ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તેમના કર્મચારીઓના કપાત ડિડક્શન ભર્યા નહતા.રિટર્ન ફાઇલીંગ પણ મોડા કર્યા હતા એટલુ જ નહિ ડિપોઝીટ જમા નહિ કરાવતા રૂ.૧૦થી ૧૫ લાખ પેનલ્ટી લાગે તેમ હોવાથી કંપનીના કર્મચારી સંતોષકુમારે પીએફ ઓફિસ નવી દિલ્હીના આસીસ્ટન્ટ કમિશનર સુરેન્દ્રકુમારનો સંપર્ક કર્યા હતો. સુરેન્દ્રકુમારે કોઇ પેન્લ્ટી લાગશે નહિ અને કોઇ ઇન્કવાયરી થશે નહિ તેવી ખાતરી આપીને રૂ.૫ લાખની માંગણી કરી હતી. આ લાંચની રકમ અધિકારીએ તેમના સિનિયર જે.પી.ચૌહાણના નામે માંગી હતી.  લાંચની રકમ પાંચ આપવી પડશે તેવી વાતચીત કંપનીના કર્મચારીએ તેના ઉપરી અધિકારી દિનેશ કુમાર પહાવાને કરી હતી અને તેમણે નાણા આપવાની તૈયારી પણ બતાવી હતી.

;