મુંબઈથી મુસ્લિમ વ્યાપારીના પરિવારના 5 સભ્યો ISISમાં જોડાવવા ગયા, SMSથી આપી જાણકારી - Sandesh
  • Home
  • India
  • મુંબઈથી મુસ્લિમ વ્યાપારીના પરિવારના 5 સભ્યો ISISમાં જોડાવવા ગયા, SMSથી આપી જાણકારી
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

મુંબઈના એક વ્યાપારીના પરિવારના પાંચ લોકો આ વર્ષે જૂનમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ થવા માટે દેશ છોડીને ભાગ્યાં છે. 26 વર્ષનો અશફાક તેની પત્ની, નવજાત બાળકી અને બે પિતરાઈ ભાઈઓ મોહમ્મદ સિરાજ (22) અને એઝાઝ રહેમાન (30)ને લઈને વિદેશ જઈ રહ્યો હતો ત્યારે કોઈને ગંધ સુદ્ધા નહતી આવી કે તે આતંકી સંગઠનમાં જોડાવવા જઈ રહ્યો છે.

ભાઈને સંદેશો મોકલીને આપી જાણકારી

જૂનના છેલ્લા અઠવાડિયામાં અશફાકે પોતાના છોટા ભાઈને મોબાઈલ પર સંદેશો મોકલી જણાવ્યું કે તે ISISના હકવાળા વિસ્તારમાં રોકાઈ ગયો છે. અને હવે તે પાછો ફરવા માંગતો નથી. સંદેશાના અંતમાં અશફાકે લખ્યું છે કે તેઓ અમ્મી અને અબુનું ધ્યાન રાખે.

પૂછપરછ થઈ રહી છે

ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યાં મુજબ આ સમગ્ર મામલો ચોંકાવનારો છે. એક જ પરિવારના ચાર લોકોનો ISISમાં સામેલ થવા પર લગાવ હતો. મુસ્લિમ ઉપદેશક મોહમ્મદ હનીફની પૂછપરછ થઈ રહી છે. હાલ તે ક્રાઈમ બ્રાન્ચની અટકાયતમાં છે. તેના ઉપર અશફાક અને અન્ય લોકોને ISISમાં સામેલ થવા માટે ઉકસાવવાનો આરોપ છે.

પિતાએ નોંધાવી FIR

અશફાકના પિતા અબ્દુલ માજીદે 6 ઓગસ્ટના રોજ હનીફ, અશફાકને સીરિયા લઈ જનારા કેરળના એક સ્કૂલ ટિચર અબ્દુલ રાશીદ, નવી મુંબઈના અર્શી કુરેશી અને કલ્યાણના રિઝવાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ લોકોએ તેમના પુત્રને ISISમાં સામેલ થવા માટે ઉક્સાવ્યો હતો.

પુત્રમાં જોવા મળ્યો હતો ફેરફાર

FIRમાં મજીદે જણાવ્યું છે કે તે બરવેલી સમાજ સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેમના પુત્રને અલ-હદીસ પ્રત્યે લગાવ હતો અને 2014માં તેણે મત પરિવર્તન કરાવી લીધું. 2014માં તેણે લગ્ન કર્યા અને પરિવારને તેની જાણકારી પછીથી આપી.

ધાર્મિક તાલિમ લેવા ગયો હતો શ્રીલંકા

જો કે હજુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે અશફાક પત્નીને જબરદસ્તીથી સીરિયા લઈને ગયો કે તે તેની મરજીથી પતિ સાથે ત્યાં ગઈ. પરંતુ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં અશફાક તેની પત્ની સાથે શ્રીલંકા ગયો હતો અને ત્યાં બંને ધાર્મિક તાલિમ લેવાના હતાં.