Five members of the same family drowned in the sea of Bhavnagar three Dead
  • Home
  • Bhavnagar
  • ભાવનગરના દરિયામાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, પુત્ર-પુત્રી અને પિતાનું કરૂણ મોત

ભાવનગરના દરિયામાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, પુત્ર-પુત્રી અને પિતાનું કરૂણ મોત

 | 6:09 pm IST

ભાવનગર કોડિયાકના દરિયામાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમા બે લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. ત્યાં જ ત્રણ વ્યક્તિની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક જ પરિવારના લોકો દર્શન બાદ દરિયામાં ન્હાવા પડ્યા અને મોજાના વહેણમાં તણાતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર કોડિયાકના દરિયામાં પાંચ લોકો ન્હાવા પડ્યા હતા અને નિષ્કળંગ મહાદેવ ખાતે તેઓ દરિયાના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે દરિયાની આસપાસ રહેલા લોકોની આ પાંચ લોક પર નજર પડતા બે લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ત્રણ વ્યક્તિની લાશ જ દરિયામાથી બહાર આવી હતી.

દરિયામાં ડૂબતા પાંચેય લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા. પરંતુ એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રીને તેઓ બચાવી શક્યા ન હતા અને તેમની લાશ જ દરિયામાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દરિયા કાંઠે દોડી આવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : કચ્છના નખત્રાણામાં કમોસમી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન