Technology: five new amazing features of whatsapp
  • Home
  • Technology
  • WhatsAppમાં આવશે આ દમદાર ફિચર્સ, જાણો તેના ફાયદા

WhatsAppમાં આવશે આ દમદાર ફિચર્સ, જાણો તેના ફાયદા

 | 2:47 pm IST

તાજેતરમાં લોકોમાં સોશિયલ મીડિયાનો જબરો ક્રેઝ જોવા મળ્યો છે. લોકો માટે સ્માર્ટફોન શોખ નહી પણ જરૂરીયાત બની ગયો છે. સ્માર્ટફોન હોય અને તેમાં વોટ્સએપના હોય તો નવાઇ લાગે. જેથી વોટ્સએપ પણ પોતાના ગ્રાહકો માટે વારંવાર નવા ફીચર્સ આપી રહ્યું છે. આગામી દિવસોમાં વોટ્સએપમાં આ જોરદાર ફીચર્સ આવી જશે. એક અહેવાલ પ્રમાણે હાલ આ ફિચર્સનાં beta વર્ઝન આવ્યાં છે, બહુ ઝડપથી યૂઝર્સ પાસે અપડેટ સાથે નવા વર્ઝન આવી જશે. આ ફિચર્સમાં ડાર્ક મોડ, રેન્કિંગ કોન્ટેક્ટ, ફોરવર્ડેડ મેસેઝિસ, ફિંગરપ્રિન્ટ લોક અને કોન્ઝિક્યુટિવ વોઇસ મેસેજ સામેલ છે.

Ranking Contact:
એક અહેવાલ પ્રમાણે વોટ્સએપ “Ranking” નામના આ ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચરમાં વોટ્સએપ એવા કોન્ટેક્ટને આપમેળે રેન્ક ઓર્ડરમાં રાખશે જેની સાથે તમે અવારનવાર વાતચીત કરો છો.

Dark Mode Feature:
આ ફિચર શરૂ કરતાની સાથે જ વોટ્સએપનું બેકગ્રાઉન્ડ કાળા કલરનું થઈ જશે. આનાથી યૂઝર્સ ખૂબ લાંબા સમય સુધી કોઈ જ પરેશાની વગર ચેટિંગ કરી શકશે અને તેનાથી તેમની આંખોને કોઈ જ નુક્સાન નહીં થાય. હાલ આ ફીચર્સ ટેસ્ટિંગ મોડમાં છે.

Forwarded Messages:
વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર બે નવા ફિચર ‘Forwarding Info’ અને ‘Frequently Forwarded’ રજૂ કરશે. Forwading Info પરથી એ જાણી શકાશે કે આ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. પરંતુ આની જાણકારી ત્યારે જ મળશે જ્યારે યૂઝર કોઈ મેસેજને બીજા લોકોને ફોરવર્ડ કરશે. Frequently Forwarded મેસેજ એ મેસેજ સાથે દેખાશે જેને ચારથી વધુ વખત ફોરવર્ડ કરવામાં આવ્યાં હશે.

Consecutive voice messages:
વોટ્સએપ ઓડિયો મેસેજને લઈને એક નવું ફિચર Consecutive voice messages લાવવાની તૈયારીમાં છે. જે પ્રમાણે તમે વોટ્સએપ પર મળેલા ઓડિયો મેસેજને સતત સાંભળી શકો છો. દા.ત. જો તમને વોટ્સએપ પર એકસાથે ત્રણ Voice Note મળી છે તો તમારે દરેકને એક પછી એક પ્લે કરવાની જરૂર નહીં રહે, એક વોઇસ મેસેજ પૂરો થતાં જ બીજો જાતે જ પ્લે થઈ જશે.

Fingerprint lock for chats:
વોટ્સએપ તરફથી IOS યૂઝર્સ માટે આ ફિચર લોંચ કરી દીધું છે. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફિચર બીટા વર્ઝનમાં છે. આ નવા ફિચરનો ફાયદો એ થશે કે WhatsApp તમારો ચહેરો જોઈને કે પછી તમારી ફિંગપ્રિન્ટથી જ ઓપન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન