PICS: પોષાય તેવા બજેટમાં આ સ્થળોએ મજા છે ફરવામાં - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • PICS: પોષાય તેવા બજેટમાં આ સ્થળોએ મજા છે ફરવામાં

PICS: પોષાય તેવા બજેટમાં આ સ્થળોએ મજા છે ફરવામાં

 | 2:54 pm IST

રૂપિયા પાંચ હજાર કરતાં ઓછા ખર્ચમાં હરવા-ફરવા જવું હોય તો આ વિગતો અચુક વાચો.

ઝારખંડ, મસૂરીઃ મસુરી ફરવા જવાનો શ્રેષ્ઠ સમ સપ્ટેમ્બર-નવેમ્બર છે. મસૂરીમાં સાઈટસીઈંગ ઉપરાંત કાર રાઈડ, ટ્રેકિંગ અને આવી અનેક એડવેન્ચર એક્ટિવિટિઝની મોજ માણી શકાય છે.
ખર્ચઃ વ્યક્તિ દીઠ રૂ. 800થી પાંચ હજાર

રાજસ્થાન, નીમરાનાઃ સપ્ટેમ્બરથી માર્ચ નીમરાના ફરવા જવાનો શ્રેષ્ઠ સમય છે. આમાં સૌથી જાણીતું સ્થળ નીમરાના ફોર્ટ છે. પરંતુ ઐતિહાસિક સ્થળોના સાઈટસીઈંગ અને રિલેક્સ થઈને ફરવાની મોજ માણી શકાય છે.
ખર્ચઃ રૂ. 600થી રૂ. 2,500 વ્યક્તિ દીઠ

હિમાચલ પ્રદેશ, નારકંડાઃ આ સ્થળ ખુબ જ સુંદર છે.જાન્યુઆરીથી ડિસેમ્બરમાં કોઈ પણ સમયે આ સ્થળે સહેલગાહ માણી શકાય છે. હિમાચ્છાદિત પર્વતો વચ્ચે સાઈટસીઈંગની સાથે રિલેક્સ પણ થઈ શકાય છે.

રાજસ્થાન, સરિસ્કાઃ વન્ય જીવ જોવાનો શોખ હોય તો રાજસ્થાનના સરિસ્કા જવું જ જોઈએ. વાઘ પણ આ જ સ્થળે જોવા મળે છે. સપ્ટેમ્બરથી માર્ચ સરિસ્કા જવાનો આદર્શ સમયગાળો છે. વાઈલ્ડ લાઈફ સફારી, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને બર્ડ વોચિંગની મોજ પણ માણી શકાય છે.

ઉત્તરાખંડ, લેન્સડાઉનઃ લેન્સડાઉન ઉત્તરાખંડનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. માર્ચ-ઓક્ટોબરમાં લેન્સડાઉનનું કુદરતી સૌંદર્ય મનને પ્રફુલ્લિત કરી દે છે. લેન્સડાઉનની એડવેન્ચર એક્ટિવિટિઝમાં હાઈકિંગ અને ટ્રેકિંગનો પણ સમાવેશ થાય છે.
ખર્ચઃ રૂ. 1,500 વ્યક્તિ દીઠ