સીલ તોડી ફરી ધમધમતી પાંચ રેસ્ટોરેન્ટને AMCએ તોડી પાડી - Sandesh
  • Home
  • Ahmedabad
  • સીલ તોડી ફરી ધમધમતી પાંચ રેસ્ટોરેન્ટને AMCએ તોડી પાડી

સીલ તોડી ફરી ધમધમતી પાંચ રેસ્ટોરેન્ટને AMCએ તોડી પાડી

 | 10:53 pm IST

શહેરના એસજી હાઇવે ઉપર ગુજરાત હાઇકોર્ટની સામેના ભાગમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર ધમધમતી પાંચ રેસ્ટોરેન્ટને તોડી પાડવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, કોર્પોરેશને થોડા દિવસો પહેલાં આ ગેરકાયદે પાંચ રેસ્ટોરેન્ટને સીલ કરી હતી પણ સંચાલકો દ્વારા સીલ તોડી ઉપયોગ શરૂ કરી દેવાતાં આજે મ્યુનિસિપાલિટીએ તમામ રેસ્ટોરેન્ટ તોડી પાડી હતી.

આજે મ્યુનિ.એ વાંસ અને પતરાના શેડ કરી ઉભી કરાયેલી 1. આશાપુરા રેસ્ટોરેન્ટ, 2. શ્રી રેસ્ટોરેન્ટ, 3. શીવાસ કાફે, 4. લુડો કિંગ કાફે અને 5. બ્રહ્માણી પરોઠા હાઉસ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતુ.

અમદાવાદ મ્યુનિસિપાલિટીના નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ -ટીડીઓ ખાતા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદે ચાલતી રેસ્ટોરેન્ટ સામે તવાઇ બોલાવી છે. શહેરના ગોતા વોર્ડમાં એસજી હાઇવે ઉપર ગુજરાત હાઇકોર્ટની સામે રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે રેસ્ટોરેન્ટ શરૃ કરવામાં આવી હતી જેમાં કોઇપણ પ્રકારની મંજુરી વિના ગેરકાયદે પતરાવાળી રેસ્ટોરેન્ટ ઉભી કરી હતી જે મ્યુનિ.એ સીલ કરી હતી પણ સીલ તોડી વપરાશ શરૃ થતાં મ્યુનિ.એ રેસ્ટોરેન્ટને તોડી પાડી છે.