5 year old baby girl rape In Panchmahal At Baroda
  • Home
  • Baroda
  • પંચમહાલ: 5 વર્ષની બાળકીને ‘આવી’ લાલચ આપી નરાધમે પીંખી નાંખી અને પછી…

પંચમહાલ: 5 વર્ષની બાળકીને ‘આવી’ લાલચ આપી નરાધમે પીંખી નાંખી અને પછી…

 | 11:22 am IST

ઉત્તર ગુજરાતના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર ગુજારેલા પાશવી દુષ્કર્મની ઘટના હજુ વિસરાઇ નથી ત્યાં ગોધરામાં બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેના અંગે જાણી તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે. અહીં એક 19 વર્ષના નરાધમે પાંચ વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે કાલોલના વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી વધુ પૂછપરચ્છ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે વેજલપુર નજીક આવેલા એક ગામમાં ભાવિન ઉર્ફે સાભલો પરમાર નામના યુવકે ગામની જ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવક બાળકીને સીતાફળની લાલચ આપી ફોસલાવીને કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને એવી જ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

વિસનગરમાં એક ત્રણ વર્ષની બાળકીને ખોટી રીતે સ્પર્શ કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાળકી જે સ્કૂલમાં ભણતી હતી ત્યાંના સુરક્ષા ગાર્ડે તેને અડપલાં કર્યા હતા. બાળકીએ તેની સાથે બનેલી હેવાનિયત અંગે તેની માતાને ફરિયાદ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ત્રીજો એક શરમજનક બનાવ વડોદરાના ડભોઈ રોડ પર બન્યો હતો. અહીં બે પિતરાઇ બહેનોની કોઈ અજાણ્યા કાર ચાલકોએ છેડતી કરી હતી. એટલું જ નહીં બંનેમાંથી એક વિદ્યાર્થિનીને કારમાં ખેંચી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.