Flight fares from Rajkot to Delhi, Mumbai, Goa and Hyderabad doubled on Diwali
  • Home
  • Featured
  • દિવાળીમાં રાજકોટથી દિલ્હી, મુંબઈ, ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટનું ભાડું બમણું  

દિવાળીમાં રાજકોટથી દિલ્હી, મુંબઈ, ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટનું ભાડું બમણું  

 | 7:00 am IST
  • Share

  • તહેવારો બાદની રિટર્ન ફ્લાઇટના ભાડા પણ ડબલ

  • બેસતા વર્ષે દિલ્હીનું રૂ.11402, મુંબઈનું રૂ.9667, ગોવાનું રૂ.12747 ભાડું

દિવાળીના દિવસોમાં રાજકોટથી જતી ફ્લાઈટનું ભાડું બમણું થઇ જશે. હાલ દિલ્હી, મુંબઈ, ગોવા અને હૈદરાબાદ જવા માટે જેટલું ભાડું ચુકવવું પડે છે તેના કરતા ડબલ ભાડું આપવું પડશે અને તહેવારના દિવસો પૂર્ણ થતા રીટર્ન ટીકીટ પણ મોંઘી પડશે.  

તા.5 ના ન્યૂ યરના દિવસે રાજકોટથી દિલ્હીનું ભાડું સૌથી વધુ રૂ.11402, મુંબઈનું રૂ.9667 તો ગોવા જવા માટે રૂ.12747 આપવા પડશે. જ્યારે હૈદરાબાદની ટીકીટ તો રૂ.15226 છે. જયારે રીટર્ન જોઈએ તો ગોવાથી રાજકોટના તા.6 ના ભાઈબીજના રૂ.10524 તો તા.7 ના રૂ.10722 છે. તહેવાર બાદ દિલ્હીથી રાજકોટના તા.6 ના 4251 અને તા.7 નું ભાડું રૂ.6480 છે. મુંબઈથી રાજકોટના તા.6 ના 7623 છે એટલે કે તહેવારોમાં ગોવા અને હૈદરાબાદ જવા અને આવવા માટેનું ફ્લાઈટનું ભાડું મુસાફ્રોએ સૌથી વધુ ચુકવવું પડશે.  

રાજકોટથી ફ્લાઈટની ઉડાન  

ફ્લાઈટ             પ્રસ્થાન                   ઉડાન

મુંબઈ                7.30                     દૈનિક  

દિલ્હી                8.35            સોમ,બુધ,શુક્ર,રવિ  

મુંબઈ               12.15                     દૈનિક  

દિલ્હી                13.05                   દૈનિક  

ગોવા                14.00          સોમ,બુધ,શુક,રવિ  

દિલ્હી                15.10           સોમ,મંગળ,ગુરૂ,શનિ  

મુંબઈ                16.00                 દૈનિક  

મુંબઈ                18.15                   દૈનિક  

હૈદરાબાદ          19.45         સોમ,બુધ,શુક્ર, રવિ  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો