flipkart-amazon-diwali-sale-begins-on-here-are-the-best-deals
  • Home
  • Featured
  • Amazon-Flipkart દિવાળી સેલ પર આ સ્માર્ટફોન પર મળી રહી છે બેસ્ટ ઓફર

Amazon-Flipkart દિવાળી સેલ પર આ સ્માર્ટફોન પર મળી રહી છે બેસ્ટ ઓફર

 | 6:48 pm IST

Amazon-Flipkart પર ફરીથી ઓફરોનો વરસાદ શરૂ થઈ ચુક્યો છે. બંને દિગ્ગજ કંપનીઓ કોઈ કસર બાકી રાખવા નથી માંગતી આથી કંપનીઓ તરફથી આ બીજો સેલ છે. દિવાળીના ખાસ શુભ અવસર પર Flipkart તેનો બીજો સેલ શરૂ કરી દીધો છે. તહેવારો પર આ મહિને Flipkart તરફથી Big billion days saleનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેને ભરપુર પ્રતિસાદ મળ્યો હતો આ સેલમાં કંપનીએ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. હવે ફરી એકવાર તહેવારોને ધ્યાનમાં રાખીને 24 ઓક્ટોબરથી Festive Dhamaka Days નામનો સેલ શરૂ થઈ રહ્યો છે.

આ સેલ તમામ ગ્રાહકો માટે 24થી 27 ઓક્ટોબર સુધી ચાલશે. આ સાથે સાથે જ Amazonમાં પણ great indian festival sale 24 ઓક્ટોબરથી શરૂ થવાનો છે જે 28 ઓક્ટોબર સુધી ચાલવાનો છે.

આ દરમિયાન બંને ઈ-કોમર્સ કંપનીઓ કેટલીયે પ્રોડક્ટ પર ઓફર્સ આપી રહી છે. આજે આપણે આ બને કંપનીઓ જે સ્માર્ટફોન્સ પર ઓફર્સ આપી રહી છે તેની માહિતી મેળવીશુ. Amazon પર મિડ રેન્જનો સ્માર્ટફોન્સ Honor Play 17,999 રૂપિયામાં સેલમાં મળી રહ્યો છે.

આ ફોનની કિંમત 21,999 રૂપિયા છે. Honor 7Cને ગ્રાહક 8,499રૂપિયામાં સેલમાં મળી રહ્યો છે. Xiaomiનો Mi A2 સ્માર્ટફોન 14,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનની કિંમત 17,499 રૂપિયા છે.

સેલ દરમિયાન Xiaomiનો Redmi Y2 10,999 રૂપિયામાં મળી રહ્યો છે.આ ફોનની કિંમત 13,499 રૂપિયા છે. આજ રીતે સેલમાં 11,499 રૂપિયાનો Redmi 6 Pro 10,999 રૂપિયામાં મળી રહ્યો છે.આ સાથે જ સેમસંગનો Galaxy A8+ સ્માર્ટફોનની વાત કરીએ તો 41,900ની કિંમતનો સ્માર્ટફોન 23,990માં મળી રહ્યો છે.

આ સાથે સાથે Amazon પર લૉન્ચ થનાર OnePlus 6T પર પ્રી બુકીંગ ઓફર આપવામાં આવ્યુ છે. જો ગ્રાહક આને 1000 રૂપિયા આપી પ્રીબુક કરાવશે તો તેને 2000 રૂપિયાની ગિફ્ટ મળશે. અંતમાં વીવોના V9 Pro સ્માર્ટફોનની વાત કરીએતો 19,990નો આ ફોન 17,990માં મળી રહ્યો છે.

Flipkart પર મળતા આ ઓફર્સની વાત કરીએતો Vivo V9 (4GB/64GB)ને 8 હજારના ડિસ્કાઉન્ટ પર 15,990માં મળી રહ્યો છે. આ જ રીતે સેલમાં Realme C1ને 6,999 રૂપિયામાં મળી રહ્યો છે. Oppo F9 (4GB/64GB)ની વાત કરીએતો આ સેલમાં 21,990નો આ ફોન 18,990માં મળી રહ્યો છે. Lenovo K8 Plus (3GB/32GB)ની વાત કરીએતો 10,999નો આ ફોન 6,999માં મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.