તો શું કર્ણાટકમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળશે ધારાસભ્યો ??? - Sandesh
  • Home
  • India
  • તો શું કર્ણાટકમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળશે ધારાસભ્યો ???

તો શું કર્ણાટકમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળશે ધારાસભ્યો ???

 | 11:47 am IST

કર્ણાટક ચૂંટણીનું પરિણામ આવ્યા પછી સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરીને સામે આવ્યું છે. પરંતુ રાજ્યમાં સરકાર કોન બનાવશે તેના ઉપર હજી પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે. જેમાં એક તરફ કોંગ્રેસ અને જેડીએસ તરફથી ગઠબંધન કરી સરકાર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપ તરફથી સરકાર બનાવવાની વાત કરવામાં આવી રહી છે.

બંને પક્ષોને બેઠકોની જે ખોટી પડી રહી છે તેના માટે હવે Flipkart અને Amazonની મદદ લેવામાં આવી રહી છે. જી હા ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પણ હવે ધારાસભ્યોની માંગણી થઈ રહી છે. જો કે રમુજનો ભાગ છે પરંતુ ટ્વિટર પર કેટલાંક લોકો દ્વારા કર્ણાટકમાં ધારાસભ્યોની માગંણી ફ્લિપકાર્ટ અને એમેઝોન પર કરી રહ્યા છે.

જ્યારે અન્ય એક ટ્વિટમાં ફરી એક વધુ એક વખત કોંગ્રેસની મજાક કરવામાં આવી રહી છે. આજે પણ #KarnatakaVerdict #KarnatakaElectionResults2018 #KarnatakaPollResults #KarnatakaElections ટ્વિટર પર ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.

સિદ્ધારમૈયાને કર્ણાટકનું પરિણામ બતાવી રહેલા હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે.