Flipkart, Axis Bank co-branded credit cardFlipkart, Axis Bank co-branded
  • Home
  • Business
  • ફ્લિપકાર્ટ લોન્ચ કરવા જઈ રહી છે ક્રેડિટ કાર્ડ, અનલિમિટેડ કેશબેક સાથે…

ફ્લિપકાર્ટ લોન્ચ કરવા જઈ રહી છે ક્રેડિટ કાર્ડ, અનલિમિટેડ કેશબેક સાથે…

 | 5:25 pm IST

ભારતનું સૌથી મોટુ ઇ-કૉમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ જલ્દી જ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે.  ફ્લિપકાર્ટ એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. ફ્લિપકાર્ટના નવા ક્રેડિટ કાર્ડ પર ઑનલાઇન અને ઑફલાઇન શોપિંગ પર અનલિમિટેડ કેશબૅક પણ મળશે.

ફ્લિપકાર્ટ મુજબ નવા કાર્ડ માટે ગ્રાહકોએ રજિસ્ટ્રેશન માટે રૂ. 500 ચૂકવવા રહેશે. વાર્ષિક 2 લાખની ખરીદી પર વાર્ષિક ચાર્જ માફ કરી દેવામાં આવશે. ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંકે થર્ડ પાર્ટીના વેપારીઓ સાથે પણ ભાગીદારી કરી છે.

MakeMyTrip, Uber, PVR, UrbanClap અને Curefit. આ કંપની પાસેથી સામાનની ખરીદી પર ગ્રાહકોને 4 % કેશબેક મળશે. આ સાથે જ અન્ય દરેક વેપારી પાસેથી ખરીદી પર કાર્ડહોલ્ડરને 1.5 % અનલિમિટેડ કેશબેક મળશે.

દેશભરમાં રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને 20% ડિસ્કાઉન્ટ મળશે અને 1.5% કેશબેક ઉપલબ્ધ થશે. આટલું જ નહીં, ગ્રાહકોને દર મહિને ઇંધણ સરચાર્જ પર 1 ટકા અથવા 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન