flipkart big billion days sale
  • Home
  • Technology
  • જોરદાર ઓફર, 14 હજાર રૂપિયાનો આ સ્માર્ટફોન ફક્ત 2,332 રૂપિયામાં ખરીદો

જોરદાર ઓફર, 14 હજાર રૂપિયાનો આ સ્માર્ટફોન ફક્ત 2,332 રૂપિયામાં ખરીદો

 | 3:30 pm IST

ભારતમાં હાલમાં જ લોન્ચ થયેલો સ્માર્ટફોન Realme 2 Pro ફ્લિપકાર્ટ પર બુધવારે શરૂ થયેલા બિગ બિલિયન સેલમાં જબરદસ્ત ઑફર અને ડીલ સાથે મળી રહ્યો છે. ફ્લિપકાર્ટની આ સેલ 10થી 14 ઓક્ટોબર સુધી ચાલશે. બજારમાં Realme 2 Proની કિંમત 13,990 અને 15,990 રૂપિયા છે.

13,990 રૂપિયામાં મળતા સ્માર્ટફોનમાં 4જીબી રેમ સાથે 64જીબી સ્ટોરેજ મળશે. સાથે જ 15,990 રૂપિયાના સ્માર્ટફોનમાં 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ મળશે. આ ઉપરાંત ઓપ્પોના આ દમદાર સ્માર્ટફોનને 8જીબી રેમ સાથે પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત 17,990 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટની સેલમાં તમે Realme 2 Pro 2,332 રૂપિયામાં ખરીદી શકો છો.

ફ્લિપકાર્ટની આ સેલ દરમિયાન Realme 2 Proના 4જીબી વેરિએન્ટ સ્માર્ટફોન તમનો કોઇ પણ વધારાના પેમેન્ટ વિના 2,332 રૂપિયાની સરળ ઇએમઆઇ પર મળશે. આ રીતે જ તમે 6જીબી વેરિએન્ટ સ્માર્ટફોનને પણ સરળ ઇએમઆઇ પર લઇ શકો છો. તેના માટે તમારે દર મહિને 2,665 રૂપિયાની ઇએમઆઇ આપવી પડશે. સાથે જ જો તમે 8જીબી વેરિએન્ટ ખરીદવા માંગતા હોય તો તેના માટે તમારે દર મહિને 2,999 રૂપિયાની ઇએમઆઇ આપવી પડશે.

આ સેલ દરમિયાન Realme 2 Proના મોડલ્સ પર એક હજાર રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ જો તમે એચડીએફસી એકાઉન્ટ પરથી પેમેન્ટ કરશો તો તમે 10 ટકાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.