flipkart big shopping days offer huge discount till 1st to 5th december
  • Home
  • Featured
  • આ ઇ-કોમર્સ સાઇટ પરથી સેલમાં મેળવો 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

આ ઇ-કોમર્સ સાઇટ પરથી સેલમાં મેળવો 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 | 12:13 pm IST

ફ્લિપકાર્ટ પર ફરી એકવાર બિગ શોપિંગ દિવસોની શરૂઆત થઇ ગઇ છે. ગઇકાલથી આ આરંભ થઇ ચુકી છે. જેમાં આ સેલ પાંચ દિવસ ચાલશે. જેમાં 5 ડિસેમ્બર સુધી શોપિંગ ડેઝ સેલમાં ખરીદી કરી શકાય છે. આ સેલમાં realme,samsung,redmi, apple જેવી દિગ્ગજ સ્માર્ટફોન કંપનીઓના ફોન પર ભારે છૂટ મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે ફ્લિપકાર્ટ પર આ પ્રકારે મોટા ફેસ્ટિવલ શોપિંગની ફરીથી શરૂઆત થઇ છે. ફ્લિપકાર્ટ પર પાંચ દિવસના આ સેલમાં અલગ-અલગ કેટેગરીના ઘણા સામાન પર શાનદાર ઓફર અને ડિસ્કાઉન્ટ મળશે. તેમાં સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સ, ફેશન, ફર્નીચર અને અન્ય પ્રોડક્ટ પર આકર્ષક ડીલ મળશે. સાથે જ એચડીએફસીબેન્કના કાર્ડ વડે શોપિંગ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.

ફ્લિપકાર્ટ આ વર્ષે સેલમાં Realme 5 Pro 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ પ્રકારે Realme C2 સ્માર્ટફોન 5,999 રૂપિયામાં મળશે. સેમસંગ ગેલેક્સી એસ9 સ્માર્ટફોન 27,999 રૂપિયામાં ખરીદી શકશો. આ પ્રકારે Apple iPhone 7 ને તમે 24,999 રૂપિયાથી ઓછામાં ખરીદી શકશો. આ ઉપરાંત Realme XT, Samsung Galaxy A30s, Samsung Galaxy S9 Plus, Google Pixel 3a અને Google
Pixel 3a XL જેવા સ્માર્ટફોન પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે.

આ સેલમાં જો તમે સ્માર્ટ ટીવી ખરીદો છો તો તમે ખૂબ ફાયદામાં રહેશો. બિગ શોપિંગ ડેઝ સેલમાં તમારી પાસે સસ્તામાં લેપટોપ ખરીદવાની સારી તક છે. તેમાં HP, કંપનીઓ તેમાં 45 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે. એટલું જ નહી, હેડફોન અને સ્પીકર્સ પર તો 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન