ફ્લીપકાર્ટ લાવ્યું 'બીગ શોપિંગ ડે' સેલ, મળશે 21,000 સુધીનું ડિસ્કાઉન્ટ - Sandesh
  • Home
  • Technology
  • ફ્લીપકાર્ટ લાવ્યું ‘બીગ શોપિંગ ડે’ સેલ, મળશે 21,000 સુધીનું ડિસ્કાઉન્ટ

ફ્લીપકાર્ટ લાવ્યું ‘બીગ શોપિંગ ડે’ સેલ, મળશે 21,000 સુધીનું ડિસ્કાઉન્ટ

 | 2:47 pm IST

ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લીપકાર્ટ પર ‘બીગ શોપિંગ ડે’ સેલ શરૂ થઇ ગયો છે. આ સેલ બે દિવસ માટે છે એટલે કે 7 અને 9 ડીસેમ્બર સુધી રહેશે. આ સેલ અતર્ગત સ્માર્ટફોનમાં બીગ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Google Pixel 2
આ એક શ્રેષ્ઠ સ્માર્ટફોન છે. આ ફોનનો કેમેરો બાકીના સ્માર્ટફોનના કેમેરા કરતા ખુબજ સારો છે. Pixel 2ની શરૂઆતી કિંમત 61,૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી. હાલમાં આ ફોન 49,૦૦૦ રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે ક્રેડીટ કાર્ડથી શોપિંગ કરતા હોય તો આ ફોનમાં તમને 11,૦૦૦ રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય એક્સચેન્જ ઓફરમાં પણ તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સ્માર્ટફોનમાં બાઈબેક ઓફર પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે એટલે કે, ફોન ખરીદો અને અમુક નક્કી કરેલ સમયમાં ઉપયોગ કરીને તમે પાછો આપશો તો તમને ફોનની અડધી રકમ પાછી મળે છે.

iPhone X
આ વર્ષનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત સ્માર્ટફોન છે. આ ફોન મોટે ભાગે આઉટ ઓફ સ્ટોક જ રહે છે. આ સેલ અતર્ગત આ ફોનનું વેચાણ 12 વાગ્યાથી ચાલુ થશે અને જો તમે SBI કાર્ડ ધરાવો છો તો આ ફોન પર 5,૦૦૦ રૂપિયા સુધીનું કેશબેક પણ ઉપલબ્ધ રહેશે.

Xiaomi Mi A1
ડ્યુઅલ કેમેરાથી લેશ Xiaomiનો આ સ્માર્ટફોન આ સેગમેન્ટનો શ્રેષ્ઠ સ્માર્ટફોન છે. આ ફોનમાં Android One આપવામાં આવ્યું છે. આ ફોનની બીલ્ડ ક્વોલિટી પણ કમાલની હોય છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે. હવે આ ફોનની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

Samsung Galaxy S7
ગયા વર્ષનો Galaxy S7 પર પણ 16,010 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ મળે છે. આ સેલ દરમિયાન ફ્લીપકાર્ટ પર આ ફોનની કિંમત 29,990 રૂપિયા રાખી છે. આની સાથે આ ફોનમાં એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.