Technology: flipkart big shopping days sale starts in India
  • Home
  • Featured
  • આ કંપનીનો Big Sale શરૂ, 1000 થી વધુ બ્રાન્ડ્સ પર 50% થી 80%ની ડિસ્કાઉન્ટ ઓફર

આ કંપનીનો Big Sale શરૂ, 1000 થી વધુ બ્રાન્ડ્સ પર 50% થી 80%ની ડિસ્કાઉન્ટ ઓફર

 | 10:17 am IST

Flipkart Summer Sale પૂર્ણ થયા પછી ઈ-કોમર્સ કંપનીએ Flipkart Big Shopping Days Saleની જાહેરાત કરી છે. કંપનીનો નવો સેલ 15 મેથી શરૂ થઇ 19મી મે સુધી ચાલુ ચાલશે. આ 5 દિવસ ચાલનારા સેલમાં સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, લેપટોપ્સ અને અન્ય ગેજેટ્સ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ હશે. ફ્લિપકાર્ટનું સમર સેલ હજી પૂરું થયું છે, જેમાંRealme 2 Pro, iPhone XR, Nokia 6.1 Plus સહિતના ઘણા ગેમેટ્સ પરડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો હતો.

ફેશન પ્રોડક્ટ પર ગ્રેટ ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ 1000 થી વધુ બ્રાન્ડ્સ પર 50% થી 80% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ફ્લિપકાર્ટે અલગ પ્રકારની કેટેગરીની રચના કરી છે. ફ્લેટ 80%, ફ્લેટ 70%, ફ્લેટ 60% અને ફ્લેટ 50% જેવી ઓફર છે. મહિલા બ્રાન્ડ્સ જેમ કે વેરો મોડા, ઓનલી, એન્ડ પર ઓછામાં ઓછું 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ટોપ, ડ્રેસ, જીન્સ પર છે. એલેનસોલી, સ્કેચર્સ, સ્પાર્કસ પર પણ 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો તમારે ઘડિયાળ ખરીદવી હોય તો આ યોગ્ય સમય છે. ફ્લિપકાર્ટ ફાસ્ટ ટ્રેક, ટાઇટન અને કેસિયો જેવી ઘડિયાળોના બ્રાન્ડ પર 80% ડિસ્ક ડિસ્કાઉન્ટ આપે છે.

ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકર પર પણ ફ્લિપકાર્ટમાં મોટી છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલના સ્માર્ટ હોમ સ્પીકરને 9,999 રૂપિયાના સ્થાન પર ફક્ત 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ગૂગલ હોમ મિની સ્પીકર પર પણ 2,000 રૂપિયા સુધી છૂટ આપવામાં આવી રહી છે. 4,999 રૂપિયાના સ્પીકરને આ સેલમાં 2,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ગ્રાહકો માટે આજથી સમર સેલ શરૂ થઇ રહ્યું છે. આ સેલ 19 મે સુધી ચાલશે. 5 દિવસ ચાલનાર આ સમર સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ઇલેક્ટ્રિક આઇટમ્સ સહિત અન્ય ગેજેટ્સ પર ફ્લિપકાર્ટ બંપર ઓફર કરી રહ્યું છે. આ સેલમાં ફ્લિપકાર્ટે ખાનગી બેંક એચડીએફસી સાથે કરાર કર્યો છે. એટલા માટે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરતાં ગ્રાહકોને શાનદાર કેશબેક પણ મળશે.

Flipkart Saleમાં iPhone XR, Nokia 6.1 Plus, Nokia 5.1 Plus, Realme 2 Pro, Honor 9 Liteઅને Honor 10 સહિત અન્ય સ્માર્ટફોનની ખરીદી પર બંપર છૂટ આપવામાં આવશે. આ સેલમાં 59,900 રૂપિયાવાળા iPhone XR ને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. એચડીએફસીના કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં 10 ટકા એટલે કે 5,990 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે. એટલે કે ફ્લિપકાર્ટ પર આ ફોન ફક્ત 53,910 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન