Flipkart ડીલ : બિન્ની બંસલે પહેલી વખત સચિનના અલગ થવા પર આપ્યું નિવેદન - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Flipkart ડીલ : બિન્ની બંસલે પહેલી વખત સચિનના અલગ થવા પર આપ્યું નિવેદન

Flipkart ડીલ : બિન્ની બંસલે પહેલી વખત સચિનના અલગ થવા પર આપ્યું નિવેદન

 | 12:54 pm IST

Flipkart-Walmart ડીલની જાહેરાત પછી ભારતમાં ઓનલાઇન શોપિંગના નવા સ્તર પર લઇ જનાર સચિન બંસલ અને બિન્ની બંસલની જોડી તૂટી રહ્યો છે. ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલે પહેલી વખત નિવેદન આપતાં કહ્યું કે, સચિન બંસલને કંપની છોડવા માટેનો નિર્ણય ઘણો જ દુ:ખદ છે. બંને મિત્રોની જોડી છેલ્લા ઘણાં સમયથી એક સાથે કામ કરી રહી હતી.

બિન્નીએ ફ્લિપકાર્ટમાં સચિન સાથેના પોતાના સફરને યાદ કરતાં કહ્યું કે, કોઇ પણ અન્ય વસ્તુથી વધુ સચિનનું કંપની છોડવું અમારાં દરેક માટે ઘણો જ ભાવુક સમય છે. સચિનની સાથે મળીને ઘણી લાંબો રસ્તો કાપ્યો છે. અમે 2005માં સાથે હતા અને જ્યારે IIIT માંથી પાસ આઉટ થયા ત્યારે બંને બેંગ્લુરૂ પહોંચ્યા હતા. IIT દિલ્હીથી અમે આઠ લોકોનો સમૂહ હતો. અમે તમામ સારા મિત્રો છીએ. મને લાગે છે કે અમે બંને એકબીજાના માટે આધાર સ્તંભ બની ગયા છે.

બીજી તરફ સચિન બંસલે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ફ્લિપકાર્ટમાં મારું કામ અહીં સમાપ્ત થાય છે. અને ફ્લિપકાર્ટથી જવાનો અને અન્યને હાથમાં તેની ભાગદોડ સોંપવાનો સમય આવી ગયો છે. બંસલ મિત્રોએ બુકના વેપારથી શરૂ કર્યો હતો અને આજે પોતાની 16 અબજ સુધી પોતાના વેપાર પહોંચાડ્યો છે. જે પછી પોતાની કંપનીનો 77 ટકા હિસ્સો અમેરિકન કંપની વોલમાર્ટને વેચવામાં આવ્યો છે.