flipkart-has-a-plan-to-lower-product-return
  • Home
  • Business
  • ફિ્લપકાર્ટે વેચાણ વધારવા ગ્રાહકોની નસ પારખી, આ અભિનેત્રીનો સહારો લીધો

ફિ્લપકાર્ટે વેચાણ વધારવા ગ્રાહકોની નસ પારખી, આ અભિનેત્રીનો સહારો લીધો

 | 2:31 pm IST

ઈ-કોમર્સ કંપનીઓ ઓનલાઈન ગ્રાહકોને રીઝવવા કોઈ કસર છોડવા માંગતા નથી. અલગ અલગ નુસ્ખા અપનાવી માર્કેટમાં ટકી રહે છે. સામાન્ય રીતે ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકો વિશેષ પ્રકારના કીવર્ડની મદદથી પ્રોડક્ટને સર્ચ કરે છે. હવે ફ્લીપકાર્ડે ગ્રાહકોની આ નસ પારખી લીધી છે. એક રિપોર્ટ દ્વારા મળતી માહીતીમાં આ સમાચાર મળ્યા હતા.

ઓનલાઈન ખરીદી કરનારાઓની એક આદત હોય છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિશેષ કી-વર્ડ જેમકે માધુરી દિક્ષીત સાડી, બોલીવુડ ડ્રેસ જેવા કી-વર્ડથી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરશે. આનાથી તેના વેચાણમાં ખુબજ ફર્ક પડ્યો છે.

શું છે ફ્લીપકાર્ટની રણનીતિ ?

ફ્લીપકાર્ટ તેના પ્લેટફોર્મ પર વેચાણ કરતા સેલર્સ સાથે કસ્ટમર સાથે તેમના વ્યવહારનો ડેટા શેર કરી જાણી રહી છે કે ઓનલાઈન ગ્રાહકોને વધારે કેમ આકર્ષી શકાય. આ દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એટલે આવુ કરી રહી છે કેમકે વેચેલોમાલ ઓછો પરત આવે. ગ્રાહકોને યોગ્ય અને જે જોયતો હોય તે જ સામાન મળે. વોલમાર્ટ ઈન્ક કંપની જે અમેરિકાની પ્રમુખ રિટેલર કંપની છે ભારતની ઇ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ખરીદવાની ડીલ કરી ચુકી છે.