Flipkart 'I Love Mi Days' sale: Discounts on Xiaomi Redmi Note 6 Pro
  • Home
  • Featured
  • Flipkart પર શરૂ થયો Xiaomiનો સેલ, સસ્તામાં મળશે સ્માર્ટફોન

Flipkart પર શરૂ થયો Xiaomiનો સેલ, સસ્તામાં મળશે સ્માર્ટફોન

 | 10:51 am IST

Xiaomiએ Flipkart સાથે ભાગીદારી કરીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ‘I Love Mi’ ડેઝ સેલનું આયોજન કર્યુ છે. આ સેલની શરૂઆત થઈ ચુકી છે. ગ્રાહકોને આનો ફાયદો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઈ-કોમર્સ વેબસાઈટ પર Xiaomiની કેટલીક ડિવાઈસ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે. આ લિસ્ટમાં Redmi Note 6 Pro, Redmi Note 5 Pro, Redmi Y2, Redmi 6 અને Poco F1નો સમાવેશ થાય છે. સાથે બીજા પ્રોડક્ટસ જેવા કે Mi TV, Mi બેન્ડ અને Mi સ્પીકર પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

સેલ દરમિયાન સ્માર્ટફોન્સ પર મળી રહેલી ઓફરની વાત કરીએતો ગ્રાહકોને Redmi Note 6 Proનું 4GB રેમ વેરિયન્ટ 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની કિંમત 15,999 હતી સેલમાં આ ફોન પર ડિસ્કાઉન્ટથી ફાયદો મળી રહ્યો છે. આ જ રીતે 6GB રેમ વેરિયન્ટ 14,999 રૂપિયામાં મળી રહ્યો છે.

Redmi Y2ની વાત કરીએતો સેલ દરમિયાન આ ફોન 7,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ કિંમત 3GB રેમ વાળા વેરિયન્ટની છે. તો 4GB રેમ ગ્રાહકોને 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સાથે સાથે એક્સચેન્જ ઓફરમાં 1000ની છૂટ આપવામાં આવી છે.

જો તમે દમદાર પ્રોસેસર વાળો Poco F1 સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હો તો આ સમય યોગ્ય છે. સ્નેપડ્રેગન 845 પ્રોસેસર વાળો આ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટમાં 17,999માં મળી રહ્યો છે. આ ફોનના બીજા મોડલ 6GB/128GB વેરિયન્ટને 20,999 રૂપિયા અને 8GB/256GB વેરિયન્ટને 24,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે.

જો તમે બજેટ ફ્રેન્ડલી Redmi 6 સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો તો તમારે 3GB/32GB રેમવાળા ફોનની કિંમત 7,999 ચુકવવાની રહેશે. આ સ્માર્ટફોન ભારતમાં 8,499માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. Redmi Note 5 Proના 6GB વેરિયન્ટની કિંમત 16,999ની જગ્યાએ 12,999 રૂપિયામાં મળી રહ્યો છે.

આ સાથે આ સેલમાં ટીવી સહિત બીજી ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. જેને ગ્રાહકો Flipkart પરથી ખરીદી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.