2 BHK ફ્લેટમાં ચોપડીઓ વેચનાર 2 મિત્રો, એક ડીલથી બન્યા અબજોપતિ - Sandesh
  • Home
  • Business
  • 2 BHK ફ્લેટમાં ચોપડીઓ વેચનાર 2 મિત્રો, એક ડીલથી બન્યા અબજોપતિ

2 BHK ફ્લેટમાં ચોપડીઓ વેચનાર 2 મિત્રો, એક ડીલથી બન્યા અબજોપતિ

 | 3:34 pm IST

દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે વૉલમાર્ટને ખરીદવા જઇ રહ્યું છે. અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટ ફ્લિપકાર્ટનો 70 ટકા હિસ્સો ખરીદવાની ઘોષણા કરી છે. એમેઝોન પણ ફ્લિપકાર્ટ ખરીદવા માંગતી હતી પરંતુ ભારતીય ઓનલાઇન રિટેલર વોલમાર્ટની ઓફર પસંદ આવી છે. ફ્લિપકાર્ટની અત્યાર સુધી યાત્રા રસપ્રદ અને પ્રેરણાદાયક રહી છે. એક નાનું સ્ટાર્ટઅપ આખી ઇન્ડસ્ટ્રીમાં ફેરફાર કરે છે. Flipkartનો 70 ટકા હિસ્સો સાડા નવ અબજમાં તેને Walmart દ્વારા ખરીદવામાં આવ્યો છે. જેની સોફ્ટબેન્કના CEO દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

  1. IIT દિલ્હીથી બે ગ્રેજ્યુએટ સચિન અને બિન્ની બંસલે એમેઝોનમાં નોકરી છોડીને 2007માં ફ્લિપકાર્ટની શરૂઆત એક ઓનલાઇન બુકસ્ટોરના રૂપમાં કરી હતી.
  2.  સચિન અને બિન્ની ઇન્ડિયન ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્વપૂર્ણ નામ છે. જો કે બંને બંસલ અટક ધરાવે છે પરંતુ તેઓ સંબંધી નથી. પરંતુ બંનેએ સ્કુલનો અભ્યાસ હિસારની ઓપી ઝિંદાલ મોર્ડન સ્કુલમાં એક સાથે જ કર્યો છે. જે પછી IIT દિલ્હીથી કોમ્પ્યૂટર સાયન્સનો કર્યું છે. અને બંને એમેઝોનમાં એકસાથે જ કામ કર્યું હતું.
  3. એમેઝોનની માફક ફ્લિપકાર્ટે પણ ઓનલાઇન બુક સ્ટોરથી પોતાની શરૂઆત કરી હતી. જે પછી ઘણી વસ્તુઓને પોતાની પ્રોડક્ટસ કેટેગરીમાં એડ કરી હતી.
  4. ફ્લિપકાર્ટની શરૂઆત બેંગ્લુરૂના 2 બેડરૂમના એક ફ્લેટથી કરી હતી. જે પછી 2008માં દિલ્હી અને 2009માં મુંબઇમાં કંપની શરૂ કરી હતી. ગત મહિને જ કંપનીએ બેંગ્લુરૂમાં પોતાની ઓફિસ 8.3 લાખ સ્કેવર ફૂટના વિશાળ કેમ્પસમાં શિફ્ટ કરી છે.
  5. 2011માં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે સિંગાપુરમાં પણ પહોંચ્યા હતા.
  6. ફ્લિપકાર્ટે પોતાનું માર્કેટ વધારવા માટે નાની ઇ-કોમર્સ ખરીદવાની શરૂઆત કરી હતી. Mayntra, E-bay,Phone Pe, જેવી ઘણી કંપનીઓ ખરીદી પોતાની સફળતા જાળવી રાખી હતી.
  7. સચિન બંસલ 2009 થી 9 વર્ષ માટે ફ્લિપકાર્ટના CEO પદ પર રહ્યા હતા. 2016માં બિન્ની બસંલ CEO બન્યા હતા અને સચિન એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પર પહોંચ્યા હતા.
  8. 2010માં ફ્લિપકાર્ટ દ્વારા લોકોને માટે Cash on Deliveryની સુવિધા શરૂ કરી હતી. તેના આ એક નિર્ણયે સમગ્ર ઇન્ડસ્ટ્રીની તસ્વીર જ બદલી નાખી હતી.
  9. નવા ગ્રાહકને આકર્ષવા માટે તેનો આ નિર્ણય સફળ રહ્યો હતો. કારણ કે તે સમયે લોકો વસ્તુને જોવા વગર ખરીદવા માંગતા ન હતા. જે પછી ફ્લિપકાર્ટે કોઇ પણ કારણ વગર રિટર્ન કરવા માટેનો ઓપ્શન પણ આપવાનું શરૂ કર્યું છે.
  10. 2014 પહેલા એવી પ્રથા હતી કે પ્રોડક્ટસ પહેલા ઓફલાઇન લોન્ચ થતાં હતાં ત્યાર બાદ તેનો ઓનલાઇન સેલ કરવામાં આવતાં હતા. પરંતુ ફ્લિપકાર્ટે ગેમ ચેન્જ કરી. મોટોરોલાએ ફ્લિપકાર્ટ સાથે એક્સક્લૂસિવ સેલ કરી ભારતમાં પોતાની વાપસી કરી હતી. જેને 5 મહિનામાં 10 લાખ સ્માર્ટફોન વેચવામાં આવ્યા હતા. જેના પછી આ ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે.
  11. ફ્લિપકાર્ટે નો કોસ્ટ EMIના કારણે પણ લોકોને મોંઘા પ્રોડ્કટસ ખરીદવામાં ઘણો ફાયદો થયો હતો. તેની આ સ્કીમ ઘણી પસંદ કરવામાં આવી છે.
  12.  ફ્લિપકાર્ટે લોકોને પોતાના જૂના પ્રોડક્ટસ એક્સચેન્જ કરવા માટેનો ઓપ્શન આપ્યો છે. કંપનીએ લોકોને તેના માટે સારી ડીલ આપી છે. મોબાઇલ જેવા પ્રોડક્ટસમાં તેના કારણે ઘણો ફાયદો થયો છે.