flipkart ties up with banks nbfcs to offer quick loans to sellers
  • Home
  • Business
  • Flipkart તરફથી આવી ખુશ ખબર, જાણો કોને થશે ફાયદો

Flipkart તરફથી આવી ખુશ ખબર, જાણો કોને થશે ફાયદો

 | 12:35 pm IST

વોલમાર્ટની માલિકીની ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના વિક્રેતાઓને ફક્ત બે દિવસમાં લોન આપવા માટે અનેક બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) સાથે કરાર કર્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વિક્રેતાઓનું નાણાકીય નિવારણ કરવાના કાર્યક્રમ ‘વૃદ્ધિ કેપિટલ’ ને નવી રીતે તૈયાર કર્યો છે. તેના હેઠળ ફ્લિપકાર્ટના એક લાખથી વધુ વિક્રેતાઓ ફક્ત બે દિવસમાં 10 બેન્ક અને એનબીએફસીથી લોન લઇ શકશે.

કંપનીએ જણાવ્યું હતું કે તેમાં એક દિવસનો સમય લોનની મંજુરીમાં લાગે છે. અને આગામી બે દિવસમાં લોન આપવામાં આવે છે. લોનનો વ્યાજ દર 9 .5 ટકા છે. કંપનીએ કહ્યું છે કે આ માટે ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એક્સિસ બેન્ક, આદિત્ય બિરલા ફાઇનાન્સ, ટાટા કેપિટલ, ફ્લેક્સિલોન્સ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા (સીડીબી), લેન્ડિંગકાર્ટ, ઇન્ફિફાઇ અને હેપ્પી લોન્સ સાથે કરાર કર્યા છે.

ઉલ્લેખનિય છે કે દેશની ટોચની ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે કે ફ્લિપકાર્ટના નામે છેતરતી નકલી વેબસાઇટ અને ઓફર્સથી સાવધાન રહેવું જરૂરી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને ઇમેઇલ, વોટ્સએપ કે એસએમએસ પર એવી કોઈ ડીલની ઓફર મળે જેના પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ નહીંતર તમે ફસાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન