NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Flipkartએ રિટર્ન પૉલિસી કડક કરી, હવે બધી જ પ્રોડક્ટ પર રિફંડ નહીં મળે

Flipkartએ રિટર્ન પૉલિસી કડક કરી, હવે બધી જ પ્રોડક્ટ પર રિફંડ નહીં મળે

 | 12:14 pm IST

ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર વેચાતી કેટલીય પોપ્યુલર પ્રોડક્ટ માટે રિટર્ન પૉલિસીને આકરી કરી દીધી છે. આ પગલાંથી કંપની અને વેન્ડર્સ બંનેને પોતાના ઑપરેશનલ કૉસ્ટમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ફ્લિપકાર્ટે પોતાની વેબસાઇટ પર રિટર્ન પૉલિસીની માહિતી આપી છે.

ફ્લિપકાર્ટે કેટલીય પ્રોપ્યુલર પ્રોડક્ટસ જેમકે મોબાઇલ એસેસરીઝ, પર્સનલ કેર એપલાયન્સ, કોમ્પ્યુટર, અને કેમેરા એસેસરીઝ, ઓફિસ ઇક્યુપમેન્ટ અને ગેમ્સ એન્ડ સ્માર્ટ વિયરેબલ પર રિફંડ મળશે નહીં. જ્યારે મોબાઇલ ફોન, કન્ઝયુમર એપલાયન્સીસ (એસી, ફ્રીજ, ટીવી) વગેરે અને ફર્નિચર પર શરતોની સાથે રિફંડ મળશે.

આ અંગે ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું કે કંપનીની તરફથી ગ્રાહક ફ્રેન્ડલી રિફંડ પૉલિસી આપી રહ્યું છે. કસ્ટમર્સ હાલની 1800 કેટેગરીમાં 1150 પ્રોડક્ટ કેટેગરીઝ પર સેલ્ફ સર્વિસ ઑપ્શન દ્વારા રિફંડસ માટે એપ્લીકેશન આપી શકે છે. આ ફ્લિપકાર્ટ પર હાલ તમામ કેટેગરીઝનો અંદાજે બે તૃત્યાંશ ભાગ છે. ફ્લિપકાર્ટ ડેલી બેસીસ પર અંદાજે 25,000 રિફંડસની પ્રોસેસ કરી રહ્યાં છે. તેમાંથી 60 ટકા કેસ એવા છે જ્યાં ગ્રાહકને પૈસા પાછા આવવા માટે રાહ જોવી પડતી નથી કારણ કે તે તરત જ પ્રોસેસ થઇ જાય છે.

કંપનીની રિટર્ન પૉલિસી
જો ડિલિવરીની દસ દિવસની અંદર ડીફેક્ટ મળે છે તો કોઇપણ એડિશનલ કોસ્ટ વગર તમામનું રિપ્લેસમેન્ટ કરાશે. જો પ્રોડક્ટ સ્ટોકમાં નથી અથવા તો તેને બંધ કરી દેવામાં આવી છે તો એવા કિસ્સામાં જ પ્રોડક્ટ કે પાર્ટનું રિફંડ સેલરની તરફથી અપાશે. સ્માર્ટફોનમાં જો કોઇ મુશ્કેલી પડે તો પહેલાં ટ્રબલશુટ દ્વારા મદદ કરાશે. જ્યારે 30 દિવસની એક્સચેન્જ વિન્ડો પસંદગીની કેટેગરી જેવી કે ક્લોધિંગ, ફુટવેર, આઇવેર અને ફેશન એસેસરીઝ માટે છે.