ફ્લિપકાર્ટે લોન્ચ કર્યો 'Billion Capture+', જાણો કિંમત અને સ્પેસિફિકેશન - Sandesh
  • Home
  • Technology
  • ફ્લિપકાર્ટે લોન્ચ કર્યો ‘Billion Capture+’, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

ફ્લિપકાર્ટે લોન્ચ કર્યો ‘Billion Capture+’, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

 | 5:44 pm IST

સ્વદેશી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાનો પહેલા સ્માર્ટફોન ભારતમાં Billion Capture+ નામથી લોન્ચ કર્યો. આ ડિવાઈસ Billionના નામ હેઠળ ઉતારવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ‘મેડ ફોર ઈન્ડિયા’ ટેગ સાથે ઉતારવામાં આવ્યો છે અને તે 15 નવેમ્બરથી મળશે. શું છે તેના ખાસ સ્પેસિફિકેશન અને કેટલી છે કિંમત? જાણો…

ફ્લિપકાર્ટ Billion Capture+ એન્ડ્રોઈડ નૂગા 7.1.2 પર રન કરશે અને ભવિષ્યમાં એન્ડ્રોઈડ ઓરિયો 8.0 અપડેટ પણ કરી શકશો. કંપનીએ ખાસરીતે કહ્યું છે કે તેમાં ફાલતૂ એપ્સ નહીં મળે, એટલે કે ફોનનું OS તમને સ્ટોકની એન્ડ્રોઈડ એપ્સ જ આપશે. આ ફોનમાં 5.5 ઈંચની ફુલ HD ડિસ્પલે છે, જેના પર 2.5D ડ્રેગનટ્રેલ ગ્લાસનું પ્રોટેક્શન છે. આ ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર છે. આ ફોનની ખાસિયત છે તેનો ડ્યૂલ કેમેરા સેટઅપ. જેમાં બેક સાઈડમાં 13MPનો એક મોનોક્રોમ અને એક RGB કેમેરા છે. જ્યારે ફ્રંટમાં તેમાં 8MP કેમેરા આપેલો છે.

ફ્લિપકાર્ટ Billion Capture+માં 3500mAhની બેટરી છે, જે કંપની મુજબ આરામથી 2 દિવસ સુધી ચાલે છે. આ ક્વિક ચાર્જ ટેકનોલોજીને પણ સપોર્ટ કરશે.

આ ફોનને રિપેર સોલ્યૂશન જાતે ફ્લિપકાર્ટ F1 ઈન્ફો સોલ્યૂશન દ્વારા મળશે, જે ફ્લિપકાર્ટનો જ ભાગ છે. આ કંપની apple, samsung, hp, lenovo, sony, asus અને ઘણા ફોન્સની સર્વિસ પાર્ટનર પણ છે.

ફ્લિપકાર્ટ Billion Capture+ બે રેમ અને સ્ટોરેજ વેરિયન્ટ્સમાં ઉતારવામાં આવ્યો છે. તેના એક વેરિયન્ટમાં 3GB રેમ અને 32GB મેમરી હશે. જ્યારે બીજા વેરિયન્ટમાં 4GB રેમ અને 64GB મેમરી હશે. કંપનીએ 3GB રેમ વર્ઝનની કિંમત 10,999 રૂપિયા રાખી છે, જ્યારે 4GB વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા રાખી છે. આ ફોન મિસ્ટિક બ્લેક અને ડેઝર્ટ ગોલ્ડ કલરમાં મળશે. તેના પર કંપની ફ્લિપકાર્ટ EMI અને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.