Flipkart, Moto G4 Plus,iPhone 6, Moto G5 Plus, Shaomi Mi Mix 2
  • Home
  • Technology
  • ફ્લિપકાર્ટની નવી વેબસાઇટ થઈ લૉન્ચ શું તમે ઉઠાવ્યો ફાયદો

ફ્લિપકાર્ટની નવી વેબસાઇટ થઈ લૉન્ચ શું તમે ઉઠાવ્યો ફાયદો

 | 11:49 am IST

જો તમે સસ્તા મોબાઈલ ફોન આવે તેની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર છે. ફ્લિપકાર્ટમાં તમે માત્ર 6,299 રૂપિયામાં શાઓમીનો સ્માર્ટફોન જે ભારતના સૌથી વધુ વેચાયેલા અને નંબર 1 સ્માર્ટફોન છે તે રેડમી નોટ 4 ખરીદી શકો છો. આ ઉપરાંત મોટોજી 5 પ્લસ માત્ર 8,799 રૂપિયામાં મળી રહ્યો છે તો આવો જાણીએ આ ખાસ ઑફર્સ વિશે.સૌથી પહેલા તમને જણાવીએ કે ફ્લિપકાર્ટે એક નવી વેબસાઇટ શરૂ કરી છે તેનું નામ 2 ગુડ છે. આ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ જૂના સામાનને નવો બનાવીને વેચશે.

એટલે કે તમે તમારી જૂની વસ્તુઓને વેચવા માટે ફ્લિપકાર્ટ ને વેચી કે ખરીદી શકો છો.2 ગુડ વેબસાઈટ હાલમાં ફક્ત મોબાઇલ પર જ ઓપન કરી શકાશે.આ માટે 2GUD.COM ને ટાઇપ કરો આ વેબસાઈટથી અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ્સ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી શકાશે.

2 ગુડ વેબસાઈટ પર શાઓમી રેડમી નોટ 4ના 3GB રેમ અને 32GBGB સાથે મોડલ માત્ર 6,499 રૂપિયા અને 6,299 રૂપિયામાં મળે છે. ફ્લિપકાર્ટ કહે છે કે આ ફોનમાં કોઈ સમસ્યા નથી. તે સંપૂર્ણપણે ઓકે છે તેના 64GB GB સાથે મોડલ 7,799 રૂપિયામાં મળી રહ્યો છે.

આ સિવાય ગરીબોનો ડીએસએલઆર કૅમેરા ગણાતો શાઓમીનો સ્માર્ટફોન Mi A1નું 64GB સ્ટોરેજ અને 4GB રેમ મોડલ 10,399 રૂપિયામાં મળે છે. કંપનીએ તાજેતરમાં Mi A2 લોન્ચ કર્યો છે.તેની સાથે Mi Mix 2ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલ 19,499 રૂપિયામાં મળી રહ્યો છે. વેબસાઈટ પર રેડમી 4 ના 32GB સ્ટોરેજ અને 3GB રેમ મોડલ 6,199 રૂપિયામાં ખરીદી શકાશે.

આ વેબસાઈટ પર Moto G4 Plus 32GB સ્ટોરેજ મોડલ 7,499 રૂપિયામાં, Moto X 16 GB સ્ટોરેજ મોડલ 5,299માં અને Moto C Plus 4,299માં મળી રહ્યો છે.તેની સાથે Moto Xનું 64GB સ્ટોરેજ વર્ઝન મોડલ 19,999માં અને Nexus 6નું 32GB સ્ટોરેજ વર્ઝન મોડલ 17,599 રૂપિયામાં ઉપલબ્ધ છે. સાથે Moto G4 Plus 32GB મોડલ 8,999 રૂપિયા અને Moto G5 Plus 16GB મોડલ 8,799 રૂપિયામાં મળી રહ્યો છે.

IPhone 4 Sનું 8 GB સ્ટોરેજ મોડલ 9,900માં, IPhone 5 Sનું 16 GB સ્ટોરેજ મોડલ 10,799માં, iPhone 6 મોડલ 14,999 રૂપિયામાં અને 16,299 રૂપિયામાં તેનું 32 GB મોડલ મળી રહ્યું છે.